24 August, 2025 07:02 AM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
કે.સી. વીરેન્દ્રના ઘરેથી 6 કરોડ રૂપિયાના ઘરેણાં પણ જપ્ત કર્યા (તસવીર સૌજન્ય: એજન્સી)
સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયાના એક દિવસ પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કર્ણાટક કૉંગ્રેસના નેતા કે.સી. વીરેન્દ્રના ઘરેથી 12 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. રોકડ ઉપરાંત, ED એ 6 કરોડ રૂપિયાના ઘરેણાં પણ જપ્ત કર્યા છે. માહિતી મુજબ, તાજેતરમાં વીરેન્દ્ર પણ તેના સાથીઓ સાથે ગૅંગટોક ગયો હતો, જ્યાં તે જમીન કસિનો ભાડે લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન EDએ તેની ગૅંગટોકથી ધરપકડ કરી હતી.
ED એ ચિત્રદુર્ગા જિલ્લાના કૉંગ્રેસના ધારાસભ્ય કે.સી. વીરેન્દ્ર અને અન્ય લોકો સામે ઑનલાઈન અને ઑફલાઈન સટ્ટાબાજીના સંબંધમાં કેસ નોંધ્યો હતો.
અનેક રાજ્યોમાં દરોડા
EDએ દેશભરમાં 31 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં ગંગટોક, ચિત્તોડગઢ જિલ્લો, બેંગલુરુ, હુબલી, જોધપુર, મુંબઈ અને ગોવા શામેલ છે. ગોવામાં પાંચ કસિનો - પપ્પી`સ કસિનો ગોલ્ડ, ઓશન રિવર્સ કસિનો, પપ્પી`સ કસિનો પ્રાઇડ, ઓશન 7 કસિનો અને બિગ ડેડી કસિનો - પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
દુબઈથી કંપનીઓ ચલાવવામાં આવી રહી હતી
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી કિંગ567, રાજા567 વગેરે નામની ઘણી ઑનલાઈન સટ્ટાબાજીની સાઇટ્સ ચલાવતો હતો. આ ઉપરાંત, આરોપીનો ભાઈ કે.સી. થિપ્પાસ્વામી દુબઈથી ત્રણ કંપનીઓ ચલાવે છે - ડાયમંડ સોફ્ટેક, ટીઆરએસ ટેક્નોલોજીસ અને પ્રાઇમ9 ટેક્નોલોજીસ. આ કંપનીઓ કૉલ સેન્ટર સેવાઓ અને ગેમિંગ વ્યવસાય સાથે સંબંધિત છે. તે જ સમયે, બીજો ભાઈ કે.સી. નાગરાજ અને તેનો પુત્ર પૃથ્વી એન. રાજ પણ આ કામમાં સામેલ હોવાનું કહેવાય છે.
રોકડ, ઝવેરાત, ચાંદી, લક્ઝરી કાર
દરોડામાં EDને લગભગ 12 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા, જેમાં 1 કરોડ રૂપિયા વિદેશી ચલણ, લગભગ 6 કરોડ રૂપિયાનું સોનું, 10 કિલો ચાંદી અને ચાર લક્ઝરી કારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 17 બૅન્ક ખાતા અને 2 લોકર પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન EDને ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવા પણ મળી આવ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર કમાણીને વિવિધ લેયરિંગ દ્વારા સફેદ બતાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.
ધારાસભ્યની ગૅંગટોકથી ધરપકડ
માહિતી મુજબ, તાજેતરમાં વીરેન્દ્ર પણ તેના સાથીઓ સાથે ગૅંગટોક ગયો હતો, જ્યાં તે જમીન કસિનો ભાડે લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન EDએ તેની ગૅંગટોકથી ધરપકડ કરી હતી. શનિવારે, EDએ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો અને બેંગલુરુ કોર્ટમાં લઈ જવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યો.
EDએ દેશભરમાં 31 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં ગંગટોક, ચિત્તોડગઢ જિલ્લો, બેંગલુરુ, હુબલી, જોધપુર, મુંબઈ અને ગોવા શામેલ છે.