26 February, 2024 10:17 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
જસ્ટિસ નીલય બિપિનચંદ્ર અંજારિયા
બૅન્ગલોર (પી.ટી.આઇ.) : કર્ણાટક હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ નીલય બિપિનચંદ્ર અંજારિયાએ રવિવારે શપથ લીધા હતા. રાજભવનના ગ્લાસ હાઉસમાં યોજાયેલા સમારંભમાં ગવર્નર થાવરચંદ ગેહલોતે તેમને હોદ્દાની ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા, વિધાન પરિષદના ચૅરમૅન બાસવરાજ હોરાતી, કાયદો અને સંસદીય બાબતોના પ્રધાન એચ. કે. પાટીલ અને અન્ય મહાનુભાવો સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. અંજરિયા આ પહેલાં ગુજરાત હાઈ કોર્ટમાં જજ હતા અને વર્તમાન મહિનાની શરૂઆતમાં તેમના નામની ભલામણ સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ દ્વારા કરવામાં આવી હતી. કર્ણાટક હાઈ કોર્ટના જસ્ટિસ પી. એસ. દિનેશકુમાર ૨૪ ફેબ્રુઆરીએ સેવાનિવૃત્ત થશે. ત્યાર બાદ અંજારિયા ચીફ જસ્ટિસ તરીકે હોદ્દો સંભાળી લેશે. ગુજરાત હાઈ કોર્ટના જજ તરીકે જસ્ટિસ અંજારિયાની નિમણૂક ૨૦૧૧ના નવેમ્બરમાં કરવામાં આવી હતી.