13 March, 2024 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ)ના નિયમો અમલી બનાવવાની જાહેરાત કેન્દ્ર દ્વારા કરવામાં આવી એના બીજા દિવસે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઇયુએમએલ) અને ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઑફ ઇન્ડિયા (ડીવાયએફઆઇ)એ ગઈ કાલે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.આઇયુએમએલે આ કાયદાને ગેરબંધારણીય અને ભેદભાવભર્યો તથા મુસ્લિમ કોમ વિરુદ્ધ હોવાનું કહી એના અમલને અટકાવવાની રજૂઆત કરી છે. ડીવાયએફઆઇએ આ કાયદાને ભેદભાવભર્યો, અવ્યવહારુ અને અસંગત ગણાવ્યો હતો. બન્ને અરજદારોએ સીએએના અમલને અટકાવવાની રજૂઆત કરી છે.