ISROએ એક સાથે લૉન્ચ કર્યાં 9 સેટેલાઈટ, ભૂટાન માટે પણ અંતિરક્ષમાં ગયો ખાસ રૉકેટ

26 November, 2022 03:47 PM IST  |  Shriharikota | Gujarati Mid-day Online Correspondent

ભૂટાનસેટ એટલે કે ઇન્ડિયા-ભૂટાનની જૉઈન્ટ સેટેલાઈટ છે, જે એક ટેક્નોલોજી ડિમૉન્સ્ટ્રેટર છે. આ એક નેનો સેટેલાઈટ છે. ભારતે આ માટે ભૂટાનને ટેક્નોલૉજી ટ્રાન્સફર કરી છે. ભૂટાનસેટમાં રિમોટ સેન્સિંગ કેમેરા લાગેલા છે. એટલે કે આ સેટેલાઈટ જમીનની માહિતી આપશે.

પ્રતીકાત્મક તસવીર

ISROએ આજે એટલે કે 26 નવેમ્બર 2022ની સવારે 11.56 વાગ્યે શ્રીહરીકોટાના સતીશ ધવન (Satish Dhawan) સ્પેસ સેન્ટર (Space Centre) લૉન્ચ પેડ વન (Launch Pad One) ઓશનસેટ-2 (OcenaSat) સેટેલાઈટ લૉન્ચ કરી. લૉન્ચિંગ PSLV-XL રૉકેટ દ્વારા કરવામાં આવી. આની સાથે જ ભૂટાન (Bhutan) માટે પણ ખાસ રિમોટ સેન્સિંગ સેટેલાઈટ (Remote Sensing Satellite) સહિત આઠ નેનો સેટેલાઇટ્સ પણ લૉન્ચ કરવામાં આવી.

ભૂટાનસેટ (BhutanSat aka INS-2B). ભૂટાનસેટ એટલે કે ઇન્ડિયા-ભૂટાનની જૉઈન્ટ સેટેલાઈટ છે, જે એક ટેક્નોલોજી ડિમૉન્સ્ટ્રેટર છે. આ એક નેનો સેટેલાઈટ છે. ભારતે આ માટે ભૂટાનને ટેક્નોલૉજી ટ્રાન્સફર કરી છે. ભૂટાનસેટમાં રિમોટ સેન્સિંગ કેમેરા લાગેલા છે. એટલે કે આ સેટેલાઈટ જમીનની માહિતી આપશે. રેલવે ટ્રેક બનાવવા માટે, બ્રિજ બનાવવા જેવા વિકાસ સંબંધિત કાર્યોમાં મદદ કરશે. આમાં મલ્ટી સ્પેક્ટ્રલ કેમેરા પણ લાગે છે. એટલે કે સામાન્ય તસવીરો સાથે અલગ-અલગ પ્રકાશ તરંગોા આધારે તસવીરો પણ મળશે.

ડેટા રિસેપ્શન ભૂટાનમાં ભારતના સહયોગથી બનાવાવમાં આવેલા સેન્ટરમાં થશે. પણ તેને ઈસરો હાંસલ કરશે અને તેમને આપશે. ભૂટાનમાં ભારત ગ્રાઉન્ડ સ્ટેશન પણ ડેવલપર કરી રહ્યું છે. OceanSat-3 સમુદ્રી સતેહના તાપમાન (Sea Surface Temperature), ક્લોરોફિલ, ફાઇટોપ્લેન્કટૉન, એરોસોલ અને પ્રદૂષણની પણ તપાસ કરશે. આ 1000 કિલોગ્રામ વજનની સેટેલાઈટ છે. જેને ઇસરો અર્થ ઑબ્ઝર્વેશન સેટેલાઈટ-6 (EOS-6) નામ આપવામાં આવ્યું છે.

ઓશનસેટ-1ને પહેલીવાર વર્ષ 1999માં લૉન્ચ કરવામાં આવી હતી. ત્યાર બાદ આની બીજી સેટેલાઈટ 2009માં અંતરિક્ષમાં મોકલવામાં આવી. વચ્ચે ઓશનસેટ-3 લૉન્ચ કરવાને બદલે સ્કેટસેટ (SCATSAT-1) મોકલવામાં આવી. કારણકે ઓશનસેટ-2 બેકાર થઈ ચૂકી હતી. ઓશનસેટ વિશે કહેવામાં આવે છે કે આની મદદથી સમુદ્રી સીમાઓ પર નિરીક્ષણ પર રાખી શકાય છે.

આની સાથે ચાર Astrocast, Thybolt-1, Thybolt-2 અને આનંદ (Anand) સેટેલાઈટ્સ જશે. આનંદ ખાનગી કંપની પિક્સેલની સેટેલાઈટ છે. એસ્ટ્રોકાસ્ટ એક રિમોટ વિસ્તારને કનેક્ટ કરનાર સેટેલાઈટ છે. આ નાની, સસ્તી અને ટકાઉ ટેક્નિક છે સેટેલાઈટ IoT સર્વિસની. Thybolt સેટેલાઈટ ભારતીય ખાનગી સ્પેસ કંપની ધ્રુવા સ્પેસે બનાવી છે. આને લોઅર અર્થ ઑર્બિટમાં લૉન્ચ કરવામાં આવશે. 

આ પણ વાંચો : અવકાશમાં નવા યુગની શરૂઆત, ભારતનું પ્રથમ ખાનગી રૉકેટ Vikram-S લૉન્ચ

આ આઠ સેટેલાઇટ્સને PSLV-XL રૉકેટ દ્વારા લૉન્ચ પેડ એક પરથી લૉન્ચ કરવામાં આવ્યા છે. આ રૉકેટનું વજન 320 ટનનું છે. આની લંબાઈ 44.4 મીટર અને વ્યાર 2.8 મીટર છે. આ રૉકેટમાં ચાર સ્ટેજ છે. આ રૉકેટ અનેક સેટેલાઈટ્સને અલગ-અલગ ઑર્બિટ્સમાં લૉન્ચ કરી શકે છે.

national news isro international space station