Facebookમાં પડ્યો લોચો? ન્યૂઝફીડમાં દેખાઈ વિચિત્ર પોસ્ટ્સ, સેલેબ્સ પણ પરેશાન

24 August, 2022 06:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિશ્વમાં ઘણાં લોકો સાથે આવું થઈ રહ્યું છે. ફેસબૂક પર હાલ લોકોને `અજીબ પોસ્ટ્સ` દેખાઈ રહી છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણકે આખી ન્યૂઝ ફીડ આવી જ પોસ્ટથી ભરપૂર છે.

પ્રતીકાત્મક તસવીર

જો તમે ફેસબૂકનો ઉપયોગ કરો છો, તો તમારી ન્યૂઝ ફીડ ચેક કરો. શું તમને કંઇખ વિચિત્ર લાગ્યું? વિશ્વમાં ઘણાં લોકો સાથે આવું થઈ રહ્યું છે. ફેસબૂક પર હાલ લોકોને `અજીબ પોસ્ટ્સ` દેખાઈ રહી છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણકે આખી ન્યૂઝ ફીડ આવી જ પોસ્ટથી ભરપૂર છે.

ક્યારેક એવું લાગે છે કે કોઇક સેલિબ્રિટીનું અકાઉન્ટ હેક થઈ ગયું છે, તો ક્યારેક લાગે છે કે એક સાથે કેટલા અકાઉન્ટ હેક થયું છે. હકિકતે, વિશ્વમાં યૂઝર્સને ન્યૂઝ ફીડમાં એવી વસ્તુઓ દેખાય છે.

કેમ થઈ રહ્યું છે આવું?
આવું કેમ થઈ રહ્યું છે આના પર કંપનીએ ઑફિશિયલ રીતે કોઈ માહિતી નથી આપી. વિશ્વમાં યૂઝર્સને સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ Facebook પર થઈ રહી છે આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આ કોઈ હેકિંગ નથી લાગતી, જો કે આનું કારણ ગ્લિચ કે માલફંક્શનિંગ છે.

Facebook યૂઝર્સની ફીડમાં અજાણ્યા લોકોના પોસ્ટના પૂર આવ્યા છે. આ પોસ્ટ તે જે પેજને ફૉલો કરી રહ્યા છે તેના પર દેખાઈ રહી છે. આ માટે લોકો ટ્વિટર પર પોસ્ટ કરી રહ્યા છે. યૂઝર્સને એ પણ મુશ્કેલી છે કે ભારતીય સમયાનુસાર બપોરે લગભગ 12 વાગ્યે દેખાવાની શરૂ થઈ છે.

Downdetector પર પણ લોકો આની ફરિયાદ કરી રહ્યા છે. ફેસબૂક ફીડમાં લોકોને આ બધું કેમ દેખાઈ રહ્યું છે, આના કંપનીએ કોઈ માહિતી નથી આપી. કયાસ લગાડવામાં આવી રહ્યા છે કે મુશ્કેલી માલફંક્શનને કારણે થઈ છે.

ભારતના મોટા શહેરોમાં લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકો આ અવસરે મીમ શૅર કરી રહ્યા છે, તો આનું કારણ જાણવામાં લોકો લાગેલા છે.

અનેક લોકોને લાગી રહ્યું છે કે હેકર્સે લોકોને ફેસબૂક અકાઉન્ટને હેક કરી લીધું છે. શક્ય છે કે આ મુશ્કેલી કોઈક ગ્લિચને કારણે થઈ હોય, જેને કંપની ટૂંક સમયમાં જ બરાબર કરી લેશે. તો કેટલાક લોકો આ અવસરનો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે. અનેક યૂઝર્સ પેમેન્ટ લિંક્સ પોસ્ટ કરી રહ્યા છે, તો કેટલાક ક્રિપ્ટોકરન્સી પ્રૉજેક્ટ્સને પ્રમોટ કરવામાં લાગ્યા છે.

facebook national news