19 August, 2025 01:10 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
ભારતીય રેલવેની નવી પહેલ : પાટા વચ્ચે સોલર પૅનલ
રેલવે મંત્રાલયે સોમવારે ગ્રીન એનર્જી ઇનોવેશનમાં એક સીમાચિહ્નરૂપ જાહેરાત કરી હતી. વારાણસી સ્થિત બનારસ લોકોમોટિવ વર્ક્સ (BLW)એ રેલવે ટ્રૅક વચ્ચે ભારતની પ્રથમ રિમૂવેબલ સોલર પૅનલ સિસ્ટમ સ્થાપિત કરી હતી. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય રેલવેએ એક ઐતિહાસિક પહેલ કરી છે. વારાણસી સ્થિત BLWએ રેલવે ટ્રૅક વચ્ચે ૭૦ મીટરની અને જરૂર પડે તો કાઢી શકાય એવી ભારતની સર્વપ્રથમ સોલર પૅનલ સિસ્ટમ શરૂ કરી છે. આ સિસ્ટમ હેઠળ રેલવેએ ૧૫ કિલોવોટ-પીક (KWp) ઊર્જા ઉત્પાદનની ક્ષમતા ધરાવતી ૨૮ સોલર પૅનલ સ્થાપિત કરી છે. આ સોલર પૅનલ દ્વારા જનરેટ થતી ઇલેક્ટ્રિસિટીથી ખર્ચ ઘટશે અને કાર્બનનું ઉત્સર્જન પણ ઘટશે. ૨૦૩૦ સુધીમાં સોલર એનર્જીના મૅક્સિમમ યુઝથી રેલવેનો ઝીરો કાર્બન એમિશન કરવાનો ટાર્ગેટ છે.