મુકેશ અંબાણીએ ફેસબુકના માર્ક ઝુકરબર્ગને કહ્યું...

16 December, 2020 03:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મુકેશ અંબાણીએ ફેસબુકના માર્ક ઝુકરબર્ગને કહ્યું...

માર્ક ઝુકરબર્ગ, મુકેશ અંબાણી

ફેસબુક દ્વારા આયોજિત ફ્યુઅલ ફૉર ઇન્ડિયા કાર્યક્રમમાં માર્ક ઝુકરબર્ગ સાથેની ચર્ચામાં મુકેશ અંબાણીએ કહ્યું કે આવતાં ૨૦ વર્ષમાં ભારત વિશ્વની ટોચની ૩ અર્થવ્યવસ્થામાં સામેલ થશે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે કહ્યું કે મને ભારતના ભવિષ્યમાં ખૂબ વિશ્વાસ છે.

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે કહ્યું કે મને ભારતના ભવિષ્યમાં ખૂબ વિશ્વાસ છે, એથી મેં ભારતમાં રોકાણ કર્યું છે. મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો અને ફેસબુક બન્ને મળીને વૅલ્યુ ઍડેડ ક્રીએટર બની શકે છે. વૉટ્સઍપના કરોડો સબસ્ક્રાઇબર્સ છે અને જિયોના પણ કરોડો સબસ્ક્રાઇબર્સ છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે ‘જિયો માર્ટ રીટેલ તકોને નાનાં શહેરો અને ગામમાં નાના દુકાનદારોને જોડશે અને એનાથી લાખો નવા રોજગાર ઊભા થશે. જિયો દેશની તમામ સ્કૂલોને જોડવાનો પ્રયાસ કરી રહી છે. એ જ રીતે, હેલ્થકૅર ક્ષેત્રમાં, અમે બધા અધિકારીઓની સાથે તેમને ટેક્નૉલૉજી ટૂલ્સ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’ મુકેશ અંબાણીએ ઉમેર્યું કે ‘ડિજિટલ કનેક્ટિવિટી જિયોથી આવી છે. હવે વૉટ્સઍપ પેથી ડિજિટલ ઇન્ટરઍક્ટિવિટી વધશે અને આપણે ક્લોઝ ટ્રાન્ઝૅક્શન અને વૅલ્યુ ક્રીએશનની તરફ આગળ વધી શકીશું.’

national news facebook reliance mukesh ambani mark zuckerberg