ભારતે શ્રીલંકાને આતંકવાદી હુમલા વિશે ત્રણ વખત ચેતવણી આપી હતી

25 April, 2019 08:26 AM IST  |  દિલ્હી

ભારતે શ્રીલંકાને આતંકવાદી હુમલા વિશે ત્રણ વખત ચેતવણી આપી હતી

ભારતે આપી હતી ચેતવણી

શ્રીલંકામાં રવિવારે થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ અગાઉ શ્રીલંકન ગુપ્તચર અધિકારીઓને આ વિશે ઇન્પુટ મોકલવામાં આવ્યા હોવાનો ભારતે દાવો કર્યો હતો. હુમલામાં ચર્ચ અને હોટેલોને નિશાન બનાવાયા હતા. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસે મંગળવારે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે આ હુમલાના બે કલાક પહેલાં જ શ્રીલંકાને ચેતવ્યું હતું.

ભારતે શ્રીલંકાને આતંકવાદી હુમલા અંગે ત્રણ વખત ચેતવણી આપી હતી. એક ઇન્ટેલિજન્સ અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે ‘પહેલી વૉર્નિંગ ૪ એપ્રિલે આપવામાં આવી હતી. ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ઇસ્લામિક સ્ટેટના કોઇમ્બતુર મોડ્યુલની ચકાસણી કરી હતી. એ દરમ્યાન શ્રીલંકામાં બૉમ્બ વિસ્ફોટ માટે જવાબદાર અને ભારતમાં પણ સક્રિય નૅશનલ તોહિદ જમાતના આગેવાન મૌલવી જહરાન બિન હાશિમના વિડિયોની પણ ચકાસણી કરવામાં આવી હતી.

અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે પહેલી ચેતવણીમાં શ્રીલંકાને કહેવાયું હતું કે ‘ભારતની એમ્બેસીને નિશાન બનાવાવી શકાય છે. બીજી ચેતવણી હુમલાના એક દિવસ પહેલાં શનિવારે અપાઈ હતી જે પહેલી ચેતવણી કરતાં વધારે ચોક્કસ હતી અને એમાં સંભવિત ટાર્ગેટ અંગે પણ જાણકારી અપાઈ હતી.

ત્રીજી અને અંતિમ ચેતવણી હુમલાના કેટલાક કલાકો પહેલાં આપવામાં આવી હતી. એક અધિકારીએ કહ્યું હતું કે આ ચેતવણી ટેãક્નકલ સાધનો અને બાતમીદારો દ્વારા મળેલી માહિતીના ઍનૅલિસિસ બાદ અપાઈ હતી.

આ પણ વાંચોઃ ISISએ લીધી શ્રીલંકા હુમલાની જવાબદારી, આઠ હુમલામાં થયા હતા 310થી વધુ લોકોનાં મોત

શ્રીલંકાના પીએમ પણ સ્વીકારી ચૂક્યા છે કે ભારતે હુમલા અંગે ચેતવણી આપી હતી. ભારત સરકારનાં સૂત્રના જણાવ્યા મુજબ આ પ્રકારના સંદેશા ચોથી એપ્રિલ અને ૨૦ એપ્રિલે પણ શ્રીલંકાના ગુપ્તચર અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા.

national news sri lanka terror attack