24 July, 2025 11:43 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આ વર્ષે પહેલી એપ્રિલથી ૧૬ જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં વરસાદને લીધે ૧૨૯૭ લોકો મૃત્યુ પામ્યા છે. એમાં સૌથી વધુ આંધ્ર પ્રદેશમાં ૨૫૮, હિમાચલ પ્રદેશમાં ૧૭૧, મધ્ય પ્રદેશમાં ૧૪૮ અને બિહારમાં ૧૦૧ લોકોએ વરસાદને લીધે જીવ ગુમાવ્યો હતો.
દેશમાં આ વર્ષે વરસાદને લીધે ૫૧,૬૯૯ પશુનાં મૃત્યુ થયાં છે. એમાંથી ૪૬ ટકા એટલે કે ૨૩,૮૧૮ તો એકલા હિમાચલ પ્રદેશનાં છે.
વરસાદે આ વર્ષે ૯૨,૬૬૩ મકાનોને ધરાશાયી કર્યાં છે, જેમાંથી ૩૯,૮૧૦ એકલા આસામનાં છે.
વરસાદને લીધે દેશભરમાં ૧.૫૪ લાખ હેક્ટર જમીન પાકને નુકસાન થયું છે. એમાં મહારાષ્ટ્રે ૯૧,૪૨૯ હેક્ટર જમીન સાથે સૌથી વધુ નુકસાન વેઠવું પડ્યું છે.