સ્મૃતિ ઇરાનીની મમ્મીની થપ્પડ શું કમાલ કરતી? જાણો મંત્રી મહોદયા પાસેથી

21 December, 2021 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્મૃતિ ઈરાનીએ જે પોસ્ટ કરી છે, તેમાં તેમણે પોતાની મમ્મીને યાદ કર્યાં છે, કે બાળપણમાં થપ્પડથી પણ આપણે કેવા ઠેકાણે રહેતા હતા. આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ પણ આવી રહી છે.

સ્મૃતિ ઇરાની (ફાઇલ તસવીર)

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ એટલી શાનદાર છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. યુઝર્સ પણ આ પોસ્ટ પર કોમેન્ટ સતત કોમેન્ટ કરી રહ્યા છે. વાસ્તવમાં, સ્મૃતિ ઈરાનીએ જે પોસ્ટ કરી છે, તેમાં તેમણે પોતાની મમ્મીને યાદ કર્યાં છે, કે બાળપણમાં થપ્પડથી પણ આપણે કેવા ઠેકાણે રહેતા હતા. આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ પણ આવી રહી છે.

જૂની યાદોને તાજી કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લખ્યું છે કે કેવી રીતે માતાના એક થપ્પડથી બ્રહ્માંડનું બધું જ્ઞાન મળી જતું હતું. તેણે શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, "જ્યારે હું નાની હતી, ત્યારે તેઓ મને મનોવિજ્ઞાની પાસે નહોતા લઇ ગયા... મારી મમ્મી મારું ચક્ર ખોલી શકતી હતી, મારા કર્મને સ્થિર કરી શકતી હતી અને એક જ થપ્પડથી મારો ઑરા પણ સાફ કરી શકતી હતી" તેનો અર્થ આ છે - જ્યારે હું નાની હતો ત્યારે તે મને સાયકોલોજિસ્ટ પાસે લઈ જતાં મને ઠેકાણે લાવવા એક થપ્પડ જ પુરતી હતી જે મને સાચું માર્ગદર્શન આપી દેતી.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લખ્યું- મારી માતાએ આ શેર કર્યું છે. મારા સિવાય, જે મમ્મીઓએ હાથ ઉપાડીને ઑરા ક્લીન કર્યા છે તે બધાં હાથ ઉપર કરે.

આ પોસ્ટ પર 32 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે, જ્યારે આ પોસ્ટ પર 1300થી વધુ કમેન્ટ્સ આવી છે. આ પોસ્ટ પર ટિપ્પણી કરતા બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે લખ્યું છે- મારી માતા હજુ પણ આ જ કરે છે.

smriti irani national news instagram