પબ્લિસિટી સ્ટન્ટ બદલ આઇએએસ ઑફિસરને ગુજરાતની ચૂંટણીના ઑબ્ઝર્વર તરીકે હટાવાયા

19 November, 2022 11:41 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચૂંટણીપંચે પબ્લિસિટી સ્ટન્ટ બદલ ઉત્તર પ્રદેશના એક આઇએએસ ઑફિસરને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેના જનરલ ઑબ્ઝર્વર તરીકે હટાવ્યા છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ચૂંટણીપંચે પબ્લિસિટી સ્ટન્ટ બદલ ઉત્તર પ્રદેશના એક આઇએએસ ઑફિસરને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેના જનરલ ઑબ્ઝર્વર તરીકે હટાવ્યા છે. આ અધિકારીએ તેમના અસાઇન્મેન્ટના ફોટોગ્રાફ્સને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. ગુજરાતના મુખ્ય ચૂંટણીઅધિકારીને સખત શબ્દોમાં લખવામાં આવેલા પત્રમાં ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ૨૦૧૧ની બૅચના આ અધિકારીએ જનરલ ઑબ્ઝર્વર તરીકે તેમની પોસ્ટિંગની માહિતી આપવા માટે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો અને તેમના પોતાના સત્તાવાર પદનો ‘પબ્લિસિટી સ્ટન્ટ’ તરીકે ઉપયોગ કર્યો છે. 
આ અધિકારીને વધુ આદેશ સુધી ચૂંટણીને સંબંધિત કોઈ પણ ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત આ અધિકારીને જે મતવિસ્તારની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યાંથી તાત્કાલિક જતા રહેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. 

national news gujarat election 2022 gujarat elections