હૈદરાબાદ : કૂતરાંઓએ 4 વર્ષના બાળકને રહેંસી નાખ્યો, ઢસડીને લઈ ગયા કારની નીચે

21 February, 2023 05:23 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Online Correspondent

અહીં રખડતાં કૂતરાંઓએ રસ્તા પર જતા 4 વર્ષના બાળકને રહેંસી ખાધો. 6 કૂતરાંઓનું ઝૂંડ માસૂમને ત્યાં સુધી રહેંસતો રહ્યો, જ્યાં સુધી તેનું મોત ન થઈ ગયું. પછીથી કૂતરાંઓ તેને ઢસડીને બાજુમાં ઊભેલી કાર નીચે લઈને ગયા.

પ્રતીકાત્મક તસવીર

હૈદરાબાદના (Hyderabad) બાગ અંબેરપેટ વિસ્તારમાંથી હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રખડતાં કૂતરાંઓએ રસ્તા પર જતા 4 વર્ષના બાળકને રહેંસી ખાધો. 6 કૂતરાંઓનું ઝૂંડ માસૂમને ત્યાં સુધી રહેંસતો રહ્યો, જ્યાં સુધી તેનું મોત ન થઈ ગયું. પછીથી કૂતરાંઓ તેને ઢસડીને બાજુમાં ઊભેલી કાર નીચે લઈને ગયા.

રવિવારે થયેલી આ આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જે માસૂમને કૂતરાંઓએ પોતાનો શિકાર બનાવ્યો, તેનું નામ પ્રદીપ હતું. તે એરુકુલા વસ્તીમાં રહેનારા ગંગાધરનો દીકરો હતો.

સિક્યોરિટી ગાર્ડ છે ગંગાધાર, દીકરાને સાથે લઈ ગયો હતો
ગંગાધર 4 વર્ષ પહેલા પોતાની પત્ની અને બે બાળકો સાથે કામ માટે હૈદરાબાદ આવ્યો હતો. તે અંબેરપેટમાં કાર સર્વિસ સેન્ટરમાં સિક્યોરિટી ગાર્ડ બની ગયો. રવિવારે ગંગાધર પ્રદીપને પણ સાથે લઈ ગયો હતો. દીકરાને પોતાની કેબિનમાં છોડીને ગંગાધર કામ માટે બહાર ચાલ્યો ગયો.

થોડીવાર પછી પ્રદીપ કેબિનમાંથી બહાર આવ્યો અને પાર્કિંગમાં પહોંચી ગયો. જ્યારે તે કેમ્પસમાં એકલો ફરતો હતો, ત્યારે 3 કૂતરાંઓએ તેના પર હુમલો કરી દીધો. 

વીડિયોમાં દેખાઈ કૂતરાઓની હેવાનિયત
માસૂમ પ્રદીપના નીચે પડ્યા બાદ 3 નાના કૂતરાંઓ વધુ આવી ગયા. આ કૂતરાંઓએ પ્રદીપને કરડવાનું શરૂ કર્યું. જેથી તે જમીન પર ઢળી પડ્યો. કૂતરાંઓના હુમલાથી ગભરાયેલો માસૂમ રડવા માંડ્યો, પણ તેની મદદ માટે કોઈ પહોંચ્યું નહીં. કૂતરાંઓએ તેની ડોક અને પગ પકડીને તેને ખેંચવાનું શરૂ કર્યું. આ હુમલાથી બાળક બેભાન થયો અને કૂતરાઓ તેને ઢસડીને કારની નીચે લઈ ગયા.

છેલ્લા બે દિવસમાં થઈ હતી 28 કૂતરાંઓની નસબંધી
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારી પ્રમાણે 2 દિવસ પહેલા આ ક્ષેત્રમાં 28 કૂતરાંઓને પકડવામાં આવ્યા હતા. આની નસબંધી કરી દેવામાં આવી હતી અને છોડી દેવામાં આવ્યા હતા. અન્ય કૂતરાંઓની નસબંધી થઈ શકી હતી.

આ પણ વાંચો : ભારતીબહેન શાહ - 40 વર્ષ પછી છેક હવે 70ની વયે ગુજરાતી ભાષા સાથે કરી રહ્યાં છે MA

રસ્તા પર રખડતાં કૂતરાઓની ભૂખ સૌથી મોટી
ડૉગ ટ્રેનર, ફૈઝ મોહમ્મદે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ માટે આપણે માણસો જ જવાબદાર છીએ. કૂતરાંઓ વુલ્ફની પ્રજાતિ છે. માણસો સાથે રહેતાં-રહેતાં આ ઇવોલ્વ થયા છે અને પોતાના આહાર માટે સંપૂર્ણ રીતે માણસો પર નિર્ભર છે. એવામાં જે કૂતરાંઓને આપણે પાળ્યા હાય, તેમને ટ્રેનિંગ પણ આપી અને જમવાનું

national news Crime News hyderabad