11 February, 2022 10:01 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કપિલ સિબલ
કર્ણાટકમાંથી શરૂ થયેલા હિજાબના વિવાદનો મામલો ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કૉન્ગ્રેસના નેતા અને સિનિયર લૉયર કપિલ સિબલે અદાલતને આ મુદ્દે સુનાવણી હાથ ધરવા માટે અપીલ કરી હતી.
સિબલે કર્ણાટકની કૉલેજ સ્ટુડન્ટ ફાતિમા બુસહરા દ્વારા સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવેલી અરજીને લઈને કહ્યું હતું કે છોકરીઓ પર પથ્થર ફેંકાઈ રહ્યા છે એટલે આ અર્જન્ટ છે. છેલ્લા એક અઠવાડિયાથી કર્ણાટકના અનેક ભાગોમાં ક્લાસરૂમમમાં હિજાબ પહેરવા પરનાં નિયંત્રણોને લઈને વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. સિબલની દલીલો સાંભળી ચીફ જસ્ટિસે કહ્યું કે ‘આ તબક્કે આ મામલો હાથ પર લેવો એ અમારા માટે ઘણું વહેલું છે.’