17 June, 2025 11:39 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લખનઉ ઍરપોર્ટ પર રવિવારે સવારે અનર્થ થતાં રહી ગયો હતો અને ૨૫૦ પ્રવાસીઓ બચી ગયા હતા. સાઉદીઆ ઍરલાઇન્સનું પ્લેન લૅન્ડ થયું ત્યારે એની હાઇડ્રોલિક સિસ્ટમમાં લીકેજ થતાં પાઇલટે બહુ જ સાવચેતીથી પ્લેન લૅન્ડ કર્યું હતું. એમ છતાં પ્લેનનાં ટાયર પાસે તણખા ઝર્યા હતા અને પછી આગ લાગી હતી. પાઇલટને આ બાબતની જાણ થતાં તેણે તરત જ ઍરપોર્ટના કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. ઍરપોર્ટ પર તહેનાત ફાયર-બ્રિગેડનાં ફાયર-એન્જિન તરત જ ધસી ગયાં હતાં અને આગ ઓલવી નાખવામાં આવી હતી. એ પછી બધા જ પૅસેન્જર્સને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા. આ પ્લેનમાં હજ કરવા ગયેલા ૨૫૦ જેટલા પ્રવાસીઓ જેદાહથી ચડ્યા હતા.