એક વર્ષમાં માઉન્ટ એવરેસ્ટ કરતાં ચારગણું વધારે અંતર આપણે મોબાઇલના સ્ક્રોલિંગમાં પાર કરીએ છીએ

06 May, 2025 08:24 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જો ન્યુરોલૉજિસ્ટ અને મગજના વૈજ્ઞાનિકોની વાત માનીએ તો આપણે આપણા મોબાઇલ ફોન સાથે બેધ્યાનપણે વિતાવેલા આટલા કલાકોને કારણે મગજમાં સડો પેદા થાય છે.

એક વર્ષમાં મોબાઇલ પર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈના ચારગણા જેટલું અંતર સ્ક્રોલ કરીએ છીએ

હાલમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આપણે એક વર્ષમાં મોબાઇલ પર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈના ચારગણા જેટલું અંતર સ્ક્રોલ કરીએ છીએ. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ૨૯,૦૩૦ ફીટ કરતાં જરાક વધુ છે. રસપ્રદ વાત એ છે કે સરેરાશ વ્યક્તિના ન્યુઝફીડની સ્ક્રોલ-લંબાઈ એક દિવસમાં સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી (ઊંચાઈ ૩૦૫ ફીટ ૧ ઇંચ) એક અઠવાડિયામાં બે આઇફલ ટાવર (ઊંચાઈ ૧૦૮૩ ફીટ) અને એક મહિનામાં ત્રણ બુર્જ ખલીફા (ઊંચાઈ ૨૭૨૨ ફીટ) જેટલી હોઈ શકે છે. જો ન્યુરોલૉજિસ્ટ અને મગજના વૈજ્ઞાનિકોની વાત માનીએ તો આપણે આપણા મોબાઇલ ફોન સાથે બેધ્યાનપણે વિતાવેલા આટલા કલાકોને કારણે મગજમાં સડો પેદા થાય છે.

આજે સોશ્યલ મીડિયાના નામે આપણી પાસે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઍક્સ (અગાઉનું ટ્વિટર) સહિતની અનેક ઍપ છે જેમાં એક વાર રીલ જોવાનું શરૂ કરીએ પછી એક બાદ બીજી, ત્રીજી અને એમ સતત એ જોતા રહીએ છીએ અને મોબાઇલને સતત સ્ક્રોલ કરતા રહીએ છીએ. ક્યારેક રિફ્રેશ મારવા માટે પણ આપણે સ્ક્રોલ કરીએ છીએ અને અજાણતાં આપણી આંગળીઓ કોઈ નિશ્ચિત ઉદ્દેશ વિના મોબાઇલની સ્ક્રીન પર ફરતી જ રહે છે. આમ આપણે સ્ક્રોલિંગના અંધારા કૂવામાં ડૂબતા રહીએ છીએ એટલે આપણને માનસિક તકલીફો ઊભી થાય છે. કોઈ વ્યક્તિ ૬ કલાકથી વધારે સમય આવી કન્ટેન્ટમાં ડૂબેલી રહે તો તેનામાં ઍક્યુટ સ્ટ્રેસનું જોખમ દસગણું વધે છે.

mount everest social media viral videos mental health national news news