20 September, 2025 07:56 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચૂંટણીપંચ ઓફિસની તસવીર
તાજેતરમાં ચૂંટણીપંચે ગેરમાન્ય રજિસ્ટર્ડ પાર્ટીઓ સામે મોટી ઍક્શન લીધી છે. ચૂંટણીપંચે વધુ ૪૭૪ પૉલિટિકલ પાર્ટીઓનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે. આ પહેલાં ઑગસ્ટ મહિનામાં પણ ૩૩૪ પાર્ટીઓનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હતું.
જનપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ મુજબ કોઈ પણ રજિસ્ટર્ડ પાર્ટીએ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેવાનો હોય છે. જો લગાતાર ૬ વર્ષ સુધી પાર્ટી ચૂંટણીથી દૂરથી રહે તો એનું રજિસ્ટ્રેશન સમાપ્ત થઈ જાય છે. આ નિયમ અંતર્ગત ચૂંટણીપંચે ઑગસ્ટ મહિનાથી લઈને અત્યાર સુધીમાં કુલ ૮૦૮ પાર્ટીઓનું રજિસ્ટ્રેશન સમાપ્ત કરી દીધું છે.
આ ઉપરાંત ૩૫૯ અન્ય પાર્ટીઓ પણ ચૂંટણીપંચના રડાર પર છે જેમણે છેલ્લાં ૬ વર્ષમાં ચૂંટણી તો લડી છે, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષનું ફાઇનૅન્શિયલ ઑડિટ જાહેર નથી કર્યું.