ચૂંટણી 2019: સની દેઓલે પાઘડી પહેરીને ગુરદાસપુરથી ભર્યું ઉમેદવાદી પત્ર

29 April, 2019 12:45 PM IST  | 

ચૂંટણી 2019: સની દેઓલે પાઘડી પહેરીને ગુરદાસપુરથી ભર્યું ઉમેદવાદી પત્ર

સની દેઓલને બોબીનો સાથ

બોલીવૂડ સ્ટાર સની દેઓલ ગુરદાસપુર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદાવાર પત્ર દાખલ કર્યું છે. ઉમેદવારી નોંધાવતી વખતે સની દેઓલની સાથે બોબી દેઓલ પણ જોવા મળ્યા હતા. સની દેઓલ જ્યારે ઉમેદવારી પત્ર નોંધાવવા ગયા ત્યારે પંજાબ ભાજપના પ્રધાન શ્વેત મલિક સાથે ઘણા ભાજપ અને શિરોમણિ અકાલી દળના નેતા સામેલ રહ્યા હતા. સની દેઓલ સાથે પિતા ધર્મેન્દ્ર દેઓલની પણ હોવાની સંભાવના હતી જો કે તે હાજર રહ્યાં હતાં નહી. માનવામાં આવી રહ્યું છે કે ધર્મેન્દ્ર સની દેઓલ માટે પ્રચાર કરશે. સની દેઓલ ઉમેદવારી નોંધાવ્યા પછી ગુરદાસપુરના તિબ્બડી મેદાન પર જાહેર સભાને સંબોધશે.

સની દેઓલે તેમની રાજકીય સફરની શરુઆત કરવા પહેલા અમૃતસરના શ્રી દરબાર સાહિબ અને શ્રી દુર્ગ્યાણા તીર્થંના દર્શન કર્યા હતા સાથે શ્રી વાલ્મિકી મંદિર પણ દર્શન માટે પહોચ્યા હતા. વાલ્મિકી મંદિરના દર્શન પછી સની દેઓલ ગુરદાસપુર લોકસભા ક્ષેત્રમાં ઉમેદવારી પત્ર નોંધાવવા રોડ શૉ દ્વારા પહોચ્યા હતા જ્યા લોકો દ્વારા સ્વાગત કરાયું હતું.

આ પણ વાંચો:મુંબઈકર્સે ઉત્સાહથી મતદાન કરી નિભાવી પોતાની ફરજ, જુઓ તસવીરો

ઉમેદવારી પત્ર દાખલ કર્યા પછી સની દેઓલે કહ્યું હતું કે, તે ગુરદાસપુરના વિકાસ માટે તે બધા જ પ્રયત્ન કરશે. હું ચૂંટણી જીતવા માટે આવ્યો છું અને મને તમારા બધાનો સાથ જોઈએ છે. પંજાબી હોવાના કારણે હું ગુરદાસપુરને પોતાનું ઘર માનું છું અને તેને આગળ વધારવા માટે હું પ્રયત્ન કરીશ.

sunny deol Election 2019