25 October, 2015 04:41 AM IST |
ઑક્ટોબર ૨૦૧૧માં હાવડા અને ધનબાદ વચ્ચે પહેલી AC ડબલ-ડેકર ટ્રેન શરૂ થઈ હતી. ત્યારથી આ સર્વિસ ઘણાં શહેરો વચ્ચે ચાલે છે. એમાં અમદાવાદ-મુંબઈ, ચેન્નઈ-બૅન્ગલોર, દિલ્હી-જયપુર અને દિલ્હી-લખનઉનો સમાવેશ છે. પ્રીમિયમ ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ મેટ્રો શહેરોને પર્યટન અને ધાર્મિક સ્થળો તથા વેપારી કેન્દ્રો સાથે જોડે છે. શતાબ્દી ટ્રેન જ્યાંથી શરૂ થઈ હોેય એ સ્ટેશને એ જ દિવસે પાછી ફરે છે.
AC ડબલ-ડેકર ટ્રેનોમાં આધુનિક સવલતો હોય છે અને એના ડબ્બાઓમાં ૧૫૦૦ પૅસેન્જરો આરામથી બેસીને પ્રવાસ કરી શકે એવી સગવડ છે.