હવે કૂતરાને પણ ચડ્યો ‘ઍનિમલ’ ફિલ્મનો નશો!

17 December, 2023 12:00 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૂતરું માથે ગ્લાસને બૅલૅન્સ કરતું જોવા મળી રહ્યું છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

આજકાલ બૉલીવુડ ફિલ્મ ‘ઍનિમલ’નું એક ગીત ‘જમાલ કુડુ...’ ખૂબ પૉપ્યુલર થયું છે. આ ગીતમાં ઍક્ટર બૉબી દેઓલ માથે ગ્લાસ મૂકીને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર પણ લોકો શૉર્ટ વિડિયો તેમ જ રીલ્સમાં આ પ્રકારે માથે ગ્લાસ મૂકીને ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે ત્યારે એક એવો ફની વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં એક કૂતરાના માથે ગ્લાસ જોવા મળી રહ્યો છે. એના બૅકગ્રાઉન્ડમાં ‘ઍનિમલ’ ફિલ્મનું ‘જમાલ કુડુ’ ગીત સંભળાઈ રહ્યું છે, જેમાં આ કૂતરું પણ માથે ગ્લાસને બૅલૅન્સ કરતું જોવા મળી રહ્યું છે.

animal viral videos social media offbeat news national news