રાહુલ ગાંધીએ કરી દિલ્હી પોલીસ ટીમ સાથે મુલાકાત, નોટિસ આપીને માગવામાં આવી માહિતી

19 March, 2023 02:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રાહુલ ગાંધીને અનેક મહિલાઓએ યૌન ઉત્પીડનની ફરિયાદ કરી છે. આજે પણ મહિલાઓની સાથે યૌન ઉત્પીડન થઈ રહ્યું છે. દિલ્હી પોલીસ રાહુલ ગાંધી પાસેથી તે મહિલાઓની ડિટેલ્સ જાણવા માગે છે, જેથી કાયદાકીય કાર્યવાહી કરી શકાય.

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કાશ્મીરમાં કહ્યું હતું કે તેમને અનેક મહિલાઓએ યૌન ઉત્પીડનની ફરિયાદ કરી છે. આજે પણ મહિલાઓની સાથે યૌન ઉત્પીડન થઈ રહ્યું છે. દિલ્હી પોલીસ રાહુલ ગાંધી પાસેથી તે મહિલાઓની ડિટેલ્સ જાણવા માગે છે, જેથી કાયદાકીય કાર્યવાહી કરી શકાય.

દિલ્હી પોલીસના અધિકારી આજે કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા છે. કાશ્મીરમાં `ભારત જોડો યાત્રા` (Bharat Jodo Yatra) દરમિયાન રાહુલ ગાંધીના નિવેદન પર પોલીસ તેમની સાથે વાત કરવા માગતી હતી. ઘણો સમય રાહ જોયા બાદ પોલીસની રાહુલ ગાંધી સાથે મલાકાત થઈ શકી. સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું કે દિલ્હી પોલીસની મીટિંગ રાહુલ ગાંધી સાથે થઈ ગઈ. અમે જે માહિતી તેમની પાસે માગી છે, તે અમારી સાથે શૅર કરશે. તેમણે એક નોટિસ આપવામાં આવી છે, નોટિસ તેમની ઑફિસ દ્વારા રિસીવ કરવામાં આવી છે.

હકિકતે 16 માર્ચે દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી હતી, પણ રાહુલે આનો કોઈ જવાબ આપ્યો નહીં. ત્યાર બાદ દિલ્હી પોલીસ આજે તેમના ઘરે પહોંચી.

સ્પેશિયલ સીપી સાગરપ્રીત હુડ્ડા બે કલાક સુધી રાહુલ ગાંધીના ઘરની બહાર હાજર રહ્યા. પછી દિલ્હી પોલીસ રાહુલ ગાંધીના ઘરના બીજા ગેટ પર પહોંચી. પોલીસ ટીમને પછીથી રાહુલ ગાંધીના ઘરમાં જવાની પરવાનગી મળી. આ દરમિયાન રાહુલ ગાંધીના ઘરની બહાર ઉભેલા કાર્યકર્તાઓને પોલીસે અટકમાં લીધા. કૉંગ્રેસના મુખ્ય સૂત્રોએ કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ કાં તો સ્વતઃ સંજ્ઞાન કાં તો ફરિયાદના આધારે નોટિસ જાહેર કરવાની કોઈ કાયદાકીય મિસાલ નથી. કૉંગ્રેસના દિલ્હી પોલીસના એક અન્ય ઉત્પીડન ઉપકરણ તરીકે જુએ છે. એક નિવેદન હોઈ શકે છે, પણ તેને માટે પીડિતાઓનો નામ વગેરે જણાવવા માટે મજબૂર ન કરી શકાય. કૉંગ્રેસનું કહેવું છે કે ફરિયાદ દ્વેષપૂર્ણ અને ખોટી છે.

કૉંગ્રેસ નેતા જયરામ રમેશે એએનઆઈને કહ્યું કે, "ભારત જોડો યાત્રાને સમાપ્ત થયે 45 દિવસ થઈ ચૂક્યા છે. તે (દિલ્હી પોલીસ) 45 દિવસ બાદ પૂછપરછ માટે જઈ રહી છે. જો તેમને એટલી જ ચિંતા છે તો ફેબ્રુઆરીમાં તેમની પાસે કેમ ન ગયા? રાહુલ ગાંધીની કાયદાકીય ટીમ કાયદા પ્રમાણે આનો જવાબ આપશે." જયરામ રમેશની સાથે-સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કૉંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવી પણ રાહુલ ગાંધીના ઘરે પહોંચી ગયા છે.

આમ આદમી પાર્ટીનું પણ આવ્યું નિવેદન
રાહુલ ગાંધીની પૂછપરછ માટે દિલ્હી પોલીસનું તેમના ઘરે જવા પર આપ નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે અમે તો હંમેશથી આ વાત કહીએ છીએ કે કેન્દ્ર સરકાર પોતાની એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. અમે આ વાતને કહેવામાં કોઈ દુઃખ નથી કે જો રાહુલ ગાંધી સાથે પણ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, આ અયોગ્ય છે. આમ ન થવું જોઈએ. અમે તે લોકો નથી, જે કહેશે કે રાહુલ ગાંધી સાથે ખૂબ જ સારું થઈ રહ્યું છે, જેમ કે ઘણીવાર કૉંગ્રેસ નેતા અમારી માટે કહે છે. એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, તો આ અયોગ્ય છે. એમ ન થવું જોઈએ.

લંડનવાળા નિવેદન પર મચ્યો હોબાળો
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના લંડનમાં આપવામાં આવેલા નિવેદન પર સંસદમાં હોબાળો મચ્યો છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે તે કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ત્યાં સુધી સદનમાં બોલવા નહીં આપે, જ્યાં સુધી તે લંડનમાં ભારતીય લોકતંત્ર પર કરવામાં આવેલી પોતાની ટિપ્પણી માટે માફી ન માગી લે. બજેટ સત્રનું પહેલું અઠવાડિયું બન્ને સદનમાં વિરોધ અને નારેબાજીને કારણે ચાલ્યું નહીં. ભાજપ રાહુલ ગાંધીની માફી માગી રહી છે તો વિપક્ષ અદાણી સમૂહ વિરુદ્ધ અમેરિકન શૉર્ટસેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાડવામાં આવેલા આરોપોની તપાસ માટે એક સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) પર અડી છે.

આ પણ વાંચો : ત્રણ અઠવાડિયાંમાં મુંબઈમાં કોવિડના કેસમાં છ ગણો વધારો

રાહુલ ગાંધીએ રજૂ કર્યો પોતાનો પક્ષ
આ મામલે એક સંસદીય પેનલની બેઠકમાં શનિવારે રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા પોતાના ભાષણ વિશે વિસ્તારે વાત કરી. ભાજપે આરોપ મૂક્યો કે તેમણે વિદેશમાં લોકતંત્ર પર પ્રશ્ન ઉઠાવીને દેશનું અપમાન કર્યું છે. સૂત્રો પ્રમાણે, વાયનાડના સાંસદે આ મામલે કહ્યું કે તેમણે માત્ર ભારતના લોકતંત્ર વિશે પ્રશ્ન ઉઠાવ્યા અને આ માટે તેમને `રાષ્ટ્ર-વિરોધી` કરાર કરવામાં આવી શકે નહીં. વિદેશ મંત્રાલયની અધ્યક્ષતાવાળી એક સંસદીય સલાહકાર સમિતિમાં, રાહુલ ગાંધીએ એ પણ કહ્યું કે તેમણે કોઈ અન્ય દેશને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે નથી કહ્યું.

national news congress aam aadmi party rahul gandhi