દિલ્હીને મળ્યો પહેલો ટ્રાન્સજેન્ડર કૉર્પોરેટર

08 December, 2022 09:18 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

‘આપ’ના બૉબી કિન્નરે દિલ્હીના સુલતાનપુરીના વૉર્ડમાંથી મેળવ્યો વિજય

દિલ્હીને મળ્યો પહેલો ટ્રાન્સજેન્ડર કૉર્પોરેટર

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (આપ)ના બૉબી કિન્નરે સુલતાનપુરી-એ વૉર્ડમાંથી સુધરાઈની ચૂંટણીમાં વિજય મેળવતાં દિલ્હીમાં પ્રથમ વખત એક વ્યંડળ કે ટ્રાન્સજેન્ડર કૉર્પોરેટર મળ્યો છે. ૩૮ વર્ષના બૉબીને વૉર્ડ નંબર ૪૩ પરથી ટિકિટ આપવામાં આવી હતી. તે અણ્ણા હઝારેના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું હતું અને બાદમાં પાર્ટીની રચના થઈ ત્યારથી ‘આપ’ સાથે સંકળાયેલ છે. આ પહેલાં તેણે ૨૦૧૭માં અપક્ષ ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી હતી. ચૂંટણી પ્રચાર દરમ્યાન ‘આપ’ ઉમેદવારે વચન આપ્યું હતું કે જો તે ચૂંટાશે તો ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા માટે કામ કરશે.

national news delhi news