જાણીતી ડાન્સર સપના ચૌધરી નહી જોડાય કોંગ્રેસમાં, કરી સ્પષ્ટતા

24 March, 2019 08:40 PM IST  | 

જાણીતી ડાન્સર સપના ચૌધરી નહી જોડાય કોંગ્રેસમાં, કરી સ્પષ્ટતા

ડાન્સર સપના ચૌધરી

હરિયાણાની સિંગર અને ડાન્સર સપના ચૌધરીએ કોંગ્રેસનો હાથ થામ્યો છે. શનિવારે સત્તાવાર રીતે સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઈ ગઈ. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બરના ઘરે ઔપચારિક રીતે સપના ચૌધરીને પાર્ટીમાં સામેલ કરવામાં આવી. સપના ચૌધરી મથુરાથી ચૂંટણી લડે તેવી શક્યતા હતી, જો કે મથુરા બેઠક પરથી કોંગ્રેસ મહેશ પાઠકનું નામ જાહેર કરી ચૂકી છે. એટલે સપના ચૌધરીના ચૂંટણી લડવા પર અસમંજસ છે. પાર્ટીમાં સામેલ થયા બાદ સપના ચૌધરીએ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા જ સપના ચૌધરીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ જ સપના ચૌધરી કોંગ્રેસ માટે પ્રચાર કરવાની શક્યતા દર્શાવી હતી. સપના ચૌધરી હરિયાણા ઉપરાંત અન્ય હિન્દી રાજ્યોમાં ખાસ્સી લોકપ્રિય છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં તેમના ઘણા ફૅન છે. સપના ચૌધરી પોતાના સ્ટેજ શો માટે ઘણા રાજ્યોમાં પ્રવાસ કરી ચૂક્યા છેય

કોણ છે સપના ચૌધરી?

સપના ચૌધરી હરિયાણાના જાણીતા ડાન્સર અને એક્ટર છે. 25 સપ્ટેમ્બર 1990માં હરિયાણાના રોહતકમાં જન્મેલી સપનાના પિતા ખાનગી કંપનીમાં કામ કરતા હતા. તેઓ બિગ બોસ રિયાલિટી શોમાં પણ ભાગ લઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ યેદિયુરપ્પાએ ભાજપ નેતાઓને આપ્યા 1800 કરોડ: કૉંગ્રેસ

સપનાએ કરિયરની શરૂઆત ઓર્કેસ્ટ્રા સાથે કરી હતી. ઘર ખર્ચ કાઢવા તેમણે ડાન્સને કરિયર બનાવ્યું. અને જોત જોતામાં તે ફેમસ થઈ ગઈ. સપના હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

Election 2019 nationalist congress party national news