`રાતે કર્ફ્યૂ અને દિવસમાં રેલીઓ મારી સમજની બહાર`, વરુણ ગાંધીનો સરકાર પર નિશાન

27 December, 2021 08:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Varun Gandhi Tweet: ભારતીય જનતા પાર્ટીના પીળીભીતના સાંસદ વરુણ ગાંધીએ સોમવારે ઉત્તર પ્રદેશ સહિત વિભિન્ન રાજ્યોમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ પાડવાના નિર્ણય અને ચૂંટણી રેલીઓ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. 

વરુણ ગાંધી (ફાઇલ તસવીર)

પીળીભીતથી ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ વરુણ ગાંધી ઘણી વાર પોતાની જ સરકારનો વિરોધ કરતા હોય છે. પછી તે ખેડૂતોનો મુદ્દો હોય કે મોંઘવારી, તેમણે મોખરે થઈને સરકાર પર નિશાન સાધ્યો છે અને હવે ચૂંટણી રેલીને લઈને તેમણે કટાક્ષ કર્યો છે. વરુણ ગાંધીએ ટ્વીટ કરતા તંજ કસ્યો છે કે રાતે કર્ફ્યૂ લાગૂ પાડવામાં આવ્યો છે, જ્યારે દિવસમાં રેલીઓમાં લાખોની સંખ્યામાં લોકોને બોલાવવામાં આવે છે.

વરુણ ગાંધીનું ટ્વીટ
વરુણ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું છે કે, "રાતે કર્ફ્યૂ લાગૂ પાડવો અને દિવસે રેલીઓમાં લાખો લોકોને બોલાવવા - આ સામાન્ય જનમાનસની સમજણ શક્તિથી પર છે. ઉત્તર પ્રદેશની સીમિત સ્વાસ્થ્ય વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને આપણે પ્રામાણિકતાથી નક્કી કરવાનું રહેશે કે આપણી પ્રાથમિકતા ભયાવહ ઑમિક્રૉનના પ્રસારને અટકાવવાની છે કે ચૂંટણીલક્ષી શક્તિ પ્રદર્શન." તેમણે કહ્યું કે નીતિ નિર્માતાઓએ સામેથી નેતૃત્વ કરવું જોઇએ જેથી સામાન્ય જનસંખ્યાને ઘરમાં રહેવા માટે પ્રેરિત કરી શકાય.

વરુણ ગાંધીએ કહ્યું કે મોટાભાગનું સંક્રમણ સામાન્ય રીતે દિવસ દરમિયાન થાય છે, કારણકે રાત્રે રસ્તા પર ઓછા લોકો હોય છે. તેમણે સામાજિક સમારોહમાં કડકાઇથી ઘટાડો કરવાનું આહ્વાન કર્યું છે, જેથી કોવિડ સંક્રમણ ઝડપથી ફેલાઇ શકે છે. વરુણ ગાંધીએ આ માટે સમગ્ર નીતિ બનાવવાનો આગ્રહ કર્યો છે.

યૂપીમાં નાઇટ કર્ફ્યૂ
જણાવવાનું કે યૂપી સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ઑમિક્રૉન દસ્તક આપી ચૂક્યું છે અને વિભિન્ન રાજ્ય સરકારોએ ધીમે-ધીમે પ્રતિબંધ લાગૂ પાડવાના શરૂ કરી દીધા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશના વિભિન્ન રાજ્યોમાં કોવિડના કેસમાં વધારાના જોતાં શનિવારે, 25 ડિસેમ્બરથી પ્રદેશવ્યાપી નાઇટકર્ફ્યૂ લાગૂ પાડવાના નિર્દેશ આપવામાં આવ્યા. નાઇટ કોરોના કર્ફ્યૂ પ્રદેશમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગૂ પાડવામાં આવ્યા છે.

national news varun gandhi