લૉકડાઉનને ગંભીરતાથી લેવા વડાપ્રધાનની અપીલ

23 March, 2020 02:55 PM IST  |  Mumbai | IANS

લૉકડાઉનને ગંભીરતાથી લેવા વડાપ્રધાનની અપીલ

મોદીએ ટ્વીટ કરીને લૉકડાઉનને ગંભીરતાથી લેવાની સલાહ આપી હતી.

રાજ્યોમાં કોરોના વાયરસને ફેલાતું રોકવા માટે આપવામાં આવેલા લૉકડાઉનના આદેશનો ભંગ કરનાર વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને લોકડાઉનનું સંપુર્ણ રીતે પાલન કરવામાં આવે તેનું ધ્યાન રાખવાનો  કડક આદેશ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સોમવારે આપ્યો છે.

માહિતિ અને પ્રસારણ મંત્રાલયે નિર્દેશન કર્યું છે કે, રાજ્યોએ લૉકડાઉનનો કડક અમલ કરાવવો અને ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. 80 જેટલા શહેરોને સંપુર્ણ લૉકડાઉન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ સરકારે આખા દેશમાં પેસેન્જર ટ્રેનો, પ્રિમિયમ, ટ્રેનો, લોકલ ટ્રેન, મેટ્રો રેલ, બસ સેવા બધુ જ 31 માર્ચ સુધી સ્થગિત કરી દીધું છે. 

રવિવાર 22 માર્ચે વડાપ્રધાને સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા ક્ફર્યુની અપીલ કરી હતી અને લોકોનો સારો પ્રતિસાદ પણ રહ્યો હતો. પરંતુ સોમવારે એટલે કે આજે સવારે લોકો જાહેર સ્થળોએ ફરતા દેખાયા હતા એટલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લૉકડાઉનને ગંભીરતાથી લેવાની સલાહ આપી હતી. મોદીએ ટ્વીટમાં કહ્યું હતું કે, 'લૉકડાઉનને લોકો હજી પણ ગંભીરતાતી નથી લઈ રહ્યાં. મહેરબાની કરીને પોતાની જાતને અને પરિવારને સુરક્ષિત રાખો. સરકાર તરફથી આપવામાં આવેલા આદેશોને ગંભીરતાથી પાળો. હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે નિયમો અને કાયદાઓનું પાલન કરાવવામાં આવે. '

દિલ્લી, મુંબઈ, કોલકત્તા, ચેન્નઈ, બેંગલુરૂ સહિત દેશના 80 શહેરોમાં 31 માર્ચ સુધી લૉકડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે. આ એવા શહેરો છે જ્યાં કોરોના વાયરસના પોઝૅટિવ કૅસ મોટા પ્રમાણમા નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના 415 કેસ નોંધાયા હોવાનું ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રીસર્ચ (આઈસીએમઆર) એ જણાવ્યું છે.

national news narendra modi coronavirus covid19 janta curfew