પુલવામા આતંકવાદી હુમલાનાં કેમિકલ ઍમેઝૉનથી ખરીદાયેલાં : સીએઆઇટી

22 November, 2021 11:15 AM IST  |  New Delhi | Agency

ઈ-કૉમર્સથી ખરીદાયેલાં અન્ય યંત્રો, સાધનો, બૅટરી અને નાઇટ્રો-ગ્લિસરિન પણ વિસ્ફોટકો તૈયાર કરવામાં વપરાયાં હતાં, ઍમેઝૉનના અધિકારીઓ વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવો જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે પુલવામા હુમલામાં વપરાયેલાં પ્રતિબંધિત કેમિકલ ઍમેઝૉન મારફત ખરીદવામાં આવ્યાં હતાં. સીએઆઇટીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ ઍમેઝૉન પર ગાંજો વેચવામાં આવે છે એ નવી વાત નથી. ર૦૧૯માં ૪૦ સૈનિકોનો ભોગ લેનારા પુલવામા હુમલામાં વપરાયેલા વિસ્ફોટકો જે કેમિકલ્સ અને યંત્રોમાંથી તૈયાર કરવામાં આવ્યાં હતાં એ પણ ઍમેઝૉન પરથી ખરીદાયેલાં હતાં. માર્ચ ર૦ર૦ના એનઆઇએના રિપોર્ટમાં પણ ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે ભારતમાં પ્રતિબંધિત અમોનિયમ નાઇટ્રેટ હુમલાખોરોએ ઍમેઝૉન પરથી મેળવ્યા હતા. ઈ-કૉમર્સથી ખરીદાયેલાં અન્ય યંત્રો, સાધનો, બૅટરી અને નાઇટ્રો-ગ્લિસરિન પણ વિસ્ફોટકો તૈયાર કરવામાં વપરાયાં હતાં, ઍમેઝૉનના અધિકારીઓ વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવો જોઈએ.

national news pulwama district terror attack amazon