ચંદ્ર પર લહેરાશે ભારતનો તિરંગો, આ વર્ષે જુલાઈમાં લૉન્ચ થશે ચંદ્રયાન-2

02 May, 2019 09:49 AM IST  |  નવી દિલ્હી

ચંદ્ર પર લહેરાશે ભારતનો તિરંગો, આ વર્ષે જુલાઈમાં લૉન્ચ થશે ચંદ્રયાન-2

આ વર્ષે ચંદ્ર પર લહેરાશે તિરંગો

ચંદ્ર પર ભારતનું બીજું અભિયાન ચંદ્રયાન-2 જુલાઈમાં લૉન્ચ થાય તેવી સંભાવના છે. ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)એ એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે.

ઈસરોના નિવેદન પ્રમાણે, ચંદ્રયાન-2ના તમામ મોડ્યૂ્સને નવ જુલાઈ, 2019 થી 16 જુલાઈ, 2019 વચ્ચે લૉન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર સાત સપ્ટેમ્બરે ઉતરવાની સંભાવના છે. ચંદ્રયાન-2માં ત્રણ મોડ્યૂલ્સ છે જેના નામ છે- ઑર્બિટ, લેંડર(વિક્રમ) અને રોવર(પ્રજ્ઞાન).

આ પણ વાંચોઃ સ્પેસમાં સૈન્ય તાકાત વધારશે ભારત: ઇસરો પાંચ લશ્કરી ઉપગ્રહ લોન્ચ કરશે

જણાવી દઈએ કે વર્ષ 2008માં ભારતે ચંદ્ર પર પોતાનું પહેલું મિશન ચંદ્રયાન-1 છોડ્યું હતું. પરંતુ ત્યારે ભારતે ચંદ્ર પર ક્રેશ લેંડિંગ કરાવ્યું હતું જેને હાર્ડ લેંડિંગ પણ કહેવામાં આવે છે. ઈસરોનું કહેવું છેકે ક્રેશ લેંડિંગના કારણે MIP અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું હતું. અત્યાર સુધી ચંદ્ર પર અમેરિકા, રશિયા અને ચીન જ સૉફ્ટ લેંડિંગ કરાવી શક્યા છે.

indian space research organisation