BJPના વિધાનસભ્યનો વિધાનસભામાં સૅનિટાઇઝર પીને આપઘાત કરવાનો નિષ્ફળ પ્રયાસ

13 March, 2021 05:05 PM IST  |  Mumbai | Agencies

BJPના વિધાનસભ્યનો વિધાનસભામાં સૅનિટાઇઝર પીને આપઘાત કરવાનો નિષ્ફળ પ્રયાસ

BJPના વિધાનસભ્યનો વિધાનસભામાં સૅનિટાઇઝર પીને આપઘાત કરવાનો નિષ્ફળ પ્રયાસ

ઓડિશા વિધાનસભામાં ગઈ કાલે બીજેપીના વિધાનસભ્યએ રાજ્યમાં ડાંગરની ખરીદીના મુદ્દે સૅનિટાઇઝર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
ખાદ્ય પુરવઠા અને ગ્રાહક કલ્યાણ ખાતાના પ્રધાન રણેન્દ્ર પ્રતાપ સ્વૈન ડાંગર ખરીદીના મુદ્દે ગૃહમાં જવાબ આપી રહ્યા હતા ત્યારે દેવગઢ મત વિસ્તારના વિધાનસભ્ય સુભાષચંદ્ર પાણિગ્રહીએ વિરોધ પ્રદર્શિત કરવા સૅનિટાઇઝર પીવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સંસદીય બાબતોના પ્રધાન બિક્રમ કેશરી અરૂખા અને અન્ય વિધાનસભ્યોએ તેમને સૅનિટાઇઝર લેતાં અટકાવી તેમની પાસેથી સૅનિટાઇઝર આંચકી લીધું હતું.
સુભાષચંદ્ર પાણિગ્રહીએ કહ્યું હતું કે ગૃહમાં વારંવાર ડાંગરની ખરીદીનો મુદ્દો ઉઠાવવા છતાં રાજ્ય સરકાર તેના પર વિશેષ ધ્યાન આપતી ન હોવાથી મારી પાસે કોઈ માર્ગ બચ્યો નહોતો.

national news orissa bharatiya janata party