બિહારમાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની ગાડીએ જવાનને લીધો અડફેટે

20 August, 2025 06:53 AM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

અકસ્માત તે સમયે થયો, જ્યારે રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા નવાદાથી થઈને પસાર થઈ રહી હતી. ભારે ભીડને સંભાળતા એક પોલીસ કર્મચારીનો પગ તે ગાડીના આગલા પૈડાં નીચે આવી ગયો.

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

અકસ્માત તે સમયે થયો, જ્યારે રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા નવાદાથી થઈને પસાર થઈ રહી હતી. ભારે ભીડને સંભાળતા એક પોલીસ કર્મચારીનો પગ તે ગાડીના આગલા પૈડાં નીચે આવી ગયો.

બિહારમાં વોટર અધિકાર યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની ગાડીથી અકસ્માત થઈ ગયો. સુરક્ષામાં તૈનાત એક પોલીસ કર્મચારી યાત્રા દરમિયાન ગાડી નીચે આવી ગયો. ત્યાં હાજર અન્ય સુરક્ષા કર્મચારીઓએ ખેંચીને તે પોલીસ કર્મચારીને બહાર કાઢ્યો. પછી, રાહુલ ગાંધીએ પણ તેની તબિયતની પૂછપરછ કરી.

અકસ્માત તે સમયે થયો, જ્યારે રાહુલ ગાંધીની યાત્રા નવાદાથી થઈને પસાર થઈ રહી હતી. ભારે ભીડને સંભાળી રહેલા એક પોલીસ કર્મચારીનો પગ તે ગાડીની આગળના પૈડાંની નીચે આવી ગયો, જેના પર રાહુલ ગાંધી અને અન્ય નેતા પણ હતા. પીડામાં કણસતા પોલીસ કર્મચારીને ત્યાં હાજર અન્ય સુરક્ષા કર્મચારીઓએ ખેંચીને કાઢ્યો.

જ્યારે રાહુલ ગાંધીએ આ દ્રશ્ય જોયું, ત્યારે તેમણે પોલીસકર્મીને પાણીની બોટલ આપી. રાહુલના ઈશારા પર, સુરક્ષા કર્મચારીઓ ઘાયલ પોલીસકર્મીને પોતાની પાસે લઈ ગયા. રાહુલે તેમનું સ્વાસ્થ્ય પૂછ્યું અને તેમને યોગ્ય કાળજી લેવાની સૂચના આપી.

અગાઉ, નવાદાના ભગતસિંહ ચોક ખાતે સભાને સંબોધતા, રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચે ભાગીદારી છે અને તેઓ સાથે મળીને મત ચોરી રહ્યા છે. તેમણે કહ્યું કે મતદાન તમારો અધિકાર છે અને આ અધિકાર બંધારણ દ્વારા આપવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ચૂંટણી કમિશનર સાથે મળીને આ અધિકાર છીનવી રહ્યા છે.

તેમણે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર, હરિયાણા અને મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં અગાઉ મત ચોરી કરવામાં આવ્યા હતા. હવે બિહારમાં, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના નામે નવી રીતે મત ચોરી થઈ રહ્યા છે. પરંતુ હું, તેજસ્વી યાદવ અને મહાગઠબંધનના બાકીના નેતાઓ કહેવા માંગુ છું કે અમે બિહારમાં એક પણ મત ચોરી થવા દઈશું નહીં.

તેમણે સભામાં કેટલાક લોકોને પણ ઉભા કર્યા, જેમના નામ મતદાર યાદીમાંથી કથિત રીતે કાઢી નાખવામાં આવ્યા છે. રાહુલે કહ્યું કે બિહારમાં લાખો લોકો છે જેમણે પહેલા મતદાન કર્યું હતું, હવે તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

નવાદાના ભગતસિંહ ચોક ખાતે યોજાયેલી સભામાં તેજસ્વી યાદવે સૌપ્રથમ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે જે લોકો જીવિત છે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. તેજસ્વીએ બેરોજગારી દૂર કરવા, મફત વીજળી, ડોમિસાઇલ નીતિ અને યુવાનો માટે કમિશનની રચના જેવા વચનોનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ રાહુલ ગાંધીને દેશના વડા પ્રધાન બનાવશે. તેજસ્વીએ એવો પણ આરોપ લગાવ્યો કે નીતિશ કુમારની સરકાર તેમની યોજનાઓની નકલ કરી રહી છે.

સભામાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ SIRના નામે ગરીબોના મત લૂંટી રહ્યું છે અને લાખો નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. સ્થાનિક ખેડૂતનું ઉદાહરણ આપતા રાહુલે કહ્યું કે એક જીવંત અને સક્રિય મતદારને મૃત જાહેર કરવામાં આવ્યો છે. રાહુલે જનતાને પૂછ્યું, "શું તમે માનો છો કે મત ચોરી થઈ રહ્યા છે?", જેના પર લોકોએ મજબૂત સમર્થનમાં `હા` કહ્યું. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી લોકશાહી નબળી પડી રહી છે.

rahul gandhi bihar Tejashwi Yadav bihar elections election commission of india road accident national news