30 August, 2025 07:50 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
બિહારમાં ૩ આતંકવાદીઓ ઘૂસ્યા
બિહારમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ૩ કુખ્યાત આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ આતંકવાદીઓ નેપાલના માર્ગે બિહારમાં ઘૂસી આવ્યા હોવાના ખબર છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે એવામાં આ સમાચારને લીધે સમગ્ર રાજ્યમાં હાઈ અલર્ટની નોટિસ મોકલવામાં આવી છે. બિહારના પોલીસ હેડક્વૉર્ટર દ્વારા આ ત્રણેય આતંકવાદીઓનાં નામ અને તસવીરો જાહેર કરવામાં આવ્યાં છે. પોલીસે આ આતંકવાદીઓની ખબર આપનારા માટે પચાસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે.