તમને બાળપણમાં લઈ જશે આ ‘સ્પેશ્યલ વૉલ’

17 December, 2023 12:20 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આ તસવીરમાં તમે પાછલાં વર્ષોમાં પૉપ્યુલર થયેલી પ્રોડક્ટ્સનાં રૅપર જોઈ શકો છો

આ ‘સ્પેશ્યલ વૉલ’

હરીફાઈના યુગમાં કોઈ પણ બિઝનેસને આગળ લઈ જવા એક ચોક્કસ સ્ટ્રૅટેજી અને માર્કેટિંગ આઇડિયા હોવો અનિવાર્ય છે ત્યારે બૅન્ગલોરની એક સુપરમાર્કેટે પોતાના માર્કેટિંગ આઇડિયાથી સોશ્યલ ​મીડિયા યુઝર્સને ખૂબ જ ઇમ્પ્રેસ કર્યા છે અને તેમને એક અવિસ્મરણીય ભૂતકાળની યાદ અપાવી છે. સોશ્યલ મીડિયા સાઇટ એક્સ યુઝર શરણ્યા શેટ્ટીએ એક પોસ્ટમાં એમકે રીટેલમાં લગાવેલી ‘નૉસ્ટેલ્જિક વૉલ’ની એક તસવીર શૅર કરી અને એને ‘પિક બૅન્ગલોર’ મોમેન્ટ કહી હતી. આ તસવીરમાં તમે પાછલાં વર્ષોમાં પૉપ્યુલર થયેલી પ્રોડક્ટ્સનાં રૅપર જોઈ શકો છો, જેનો લોકો પેઢી દર પેઢી ઉપયોગ કરી રહ્યા છે. દીવાલ પર કાચની અંદર રાખેલાં કૅન્ડી રૅપર અને ટૂથપેસ્ટનાં બૉક્સ સહિત કેટલાક ઘરેલુ બ્રૅન્ડનાં પૅકેજની એક સિરીઝ જોઈ શકાય છે. આ એ સમયની પૉપ્યુલર પ્રોડક્ટ છે જેને લોકો ખૂબ પસંદ કરતા હતા અને ફરી એનાં રૅપર્સ જોઈને લોકોની જૂની યાદો તાજી થઈ જાય છે. આ યાદના ખજાનામાં પૉપ્યુલર કોલગેટ છે, જેને આજે પણ લોકો પસંદ કરી રહ્યા છે અને સાથે જ પ્રખ્યાત ચૉકલેટ કિટકૅટનાં રૅપરને બદલતા સમય સાથે પૅકિંગમાં ફેરફાર પણ જોઈ શકાય છે, જે આજે પણ લોકોના મોઢામાં પાણી લાવી દે છે.

bengaluru offbeat news national news