30 May, 2025 10:41 AM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દાયકાઓથી નક્સલવાદ સામે લડી રહેલા છત્તીસગઢના બસ્તર જિલ્લાને હવે કેન્દ્ર સરકારે નક્સલમુક્ત જાહેર કર્યો છે. સુરક્ષાદળોએ તાજેતરમાં ઘણા મોટા નક્સલ કમાન્ડરોને મારી નાખ્યા બાદ કેન્દ્ર સરકારે હવે આ જાહેરાત કરી છે. ૧૯૮૦ના દાયકાથી અહીં નક્સલવાદ ફૂલીફાલી રહ્યો હતો અને એટલો બધો વધી ગયો હતો કે જિલ્લાનો વિકાસ પણ મુશ્કેલ બની રહ્યો હતો.