20 January, 2024 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામ મંદિરની ફાઇલ તસવીર
સોમવારે ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ (Ayodhya Ram Mandir Inauguration) અને રામ ભગવાનના અભિષેકના સાક્ષી બનવા માટે લોકો મોટી સંખ્યામાં રામનગરી અયોધ્યા (Ayodhya) પહોંચ્યા છે. મોટાભાગના લોકો રામ ભગવાનના અભિષેક (Ayodhya Ram Mandir)ના આ ઐતિહાસિક દિવસે અયોધ્યામાં રહેવા માંગે છે. તે જ સમયે, કેટલાક લોકો રામલલાની મૂર્તિના અભિષેકના જીવંત દર્શન કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન લોકો માટે એક સારા સમાચાર છે. હવે તમે પીવીઆર આઇનોક્સ (PVR INOX)થી સીધા રામ મંદિરના ભવ્ય દર્શન કરી શકશો. આ દિવસનું જીવંત પ્રસારણ પીવીઆર આઇનોક્સમાં લોકોને બતાવવામાં આવશે.
અહેવાલો અનુસાર, પીવીઆર આઇનોક્સ થિયેટરોના માલિકોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે ૨૨ જાન્યુઆરીણા દિવસે ખાસ વ્યવસ્થા કરી છે. રામાનંદ સાગર (Ramanand Sagar) દ્વારા લખાયેલ રામાયણ (Ramayan) પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સિનેમાઘરોમાં બતાવવામાં આવશે. એટલું જ નહીં PVR INOX લિમિટેડે, ૨૨ જાન્યૂઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઇવ ટેલિકાસ્ટ થિયેટરમાં કરવાની જાહેરાત કરી છે.
PVR દેશભરના ૭૦ થી વધુ શહેરો અને ૧૬૦ થી વધુ થિયેટરોમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ કરવા જઈ રહ્યું છે. આ પ્રતિષ્ઠા સમારોહનું લાઈવ સ્ક્રીનીંગ સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી થશે. તમે PVR INOX એપ્લિકેશન અથવા તેની વેબસાઇટ દ્વારા આ ટેલિકાસ્ટ જોવા માટે ટિકિટ બુક કરી શકો છો. તેની ટિકિટો PVR આઇનોક્સ એપ અથવા વેબસાઇટ અને અન્ય પ્લેટફોર્મ પરથી પણ બુક કરી શકાશે. માત્ર ૧૦૦ રુપિયા થશે આ ટિકિટના. એટલું જ નગીં ૧૦૦ રુપિયાની ટિકીટની સાથે પોપકોર્ન અને કૉક ફ્રીમાં આપવામાં આવશે.
આ ઐતિહાસિક પ્રસંગે PVR INOX ના માલિકે પોતે ખુશી વ્યક્ત કરતા અપડેટ આપી હતી. કહેવાય છે કે આવા ઐતિહાસિક અને ભવ્ય પ્રસંગને અનોખી રીતે અનુભવવાની જરૂર છે. સિનેમા સ્ક્રીન પર સામૂહિક રીતે જોવામાં આવે ત્યારે આ પ્રસંગ વધુ જીવંત બનશે. આ અનોખી તક ભક્તો સુધી પહોંચાડવી એ આપણું સૌભાગ્ય છે. અમે આશા રાખીએ છીએ કે અમે અયોધ્યાની એ મંદિરની ઘંટડીઓ, મંત્રોના જાપ અને પવિત્ર નાદની ગુંજ દૂર-દૂર સુધી ફેલાવી શકીશું.
તમને જણાવી દઈએ કે, ૨૨ જાન્યુઆરીએ સોમવારે અભિષેક પહેલા બુધવારે રાત્રે ભગવાન રામની મૂર્તિને રામ મંદિરમાં લાવવામાં આવી હતી. આ પછી શુક્રવારે સાંજે રામલ્લાના ચહેરા પરથી પટ્ટીઓ હટાવી દેવામાં આવી હતી. આ પછી રામલલાની સંપૂર્ણ તસવીર સામે આવી હતી. રામ ભગવાનની આ મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા ૫૧ ઈંચ ઉંચી અને ૩ ફૂટ પહોળી છે.