ગેહલોટે પાઇલટને ગણાવ્યા ગદ્દાર

25 November, 2022 11:33 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે ફરી એક વાર પોતાના ડેપ્યુટી સીએમ સચિન પાઇલટની ટીકા કરી છે.

અશોક ગેહલોત અને સચિન પાયલટ

નવી દિલ્હી : રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે ફરી એક વાર પોતાના ડેપ્યુટી સીએમ સચિન પાઇલટની ટીકા કરી છે. ગેહલોટે તેમને ગદ્દાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એક ગદ્દાર મુખ્ય પ્રધાન ન બની શકે. હાઇકમાન્ડ ક્યારેય તેને મુખ્ય પ્રધાન નહી બનાવે. તેની પાસે ૧૦ વિધાનસભ્યો પણ નથી.’ ૨૦૨૦ના રાજકીય સંકટની ઘટનાનો ઉલ્લેખ કરતાં ગેહલોટે કહ્યું હતું કે ‘દેશના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હતું કે એક પાર્ટીના અધ્યક્ષે જ પોતાની જ સરકારનું પતન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજેપીએ તેને રૂપિયા પણ આપ્યા હતા. મારી પાસે પુરાવા પણ છે.’ આ ઘટના બાદ પાઇલટને રાજસ્થાન કૉન્ગ્રેસના પ્રમુખ તેમ જ ડેપ્યુટી સીએમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા.  હાલ સચિન પાઇલટ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાયા છે. હાલ તે યાત્રા મધ્ય પ્રદેશમાંથી પસાર થઈ રહી છે. સચિન પાઇલટ જૂથ ઘણા લાંબા સમયથી ગેહલોટને હટાવીને પાઇલટને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવાની માગ કરી રહ્યું છે.

ભારત જોડો યાત્રામાં પ્રિયંકા ગાંધી વાડ્રા જોડાયાં

મધ્ય પ્રદેશના ખંડવામાં કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ગઈ કાલે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં જોડાયાં હતાં. 
 પી.ટી.આઇ. 

national news rajasthan Ashok Gehlot