જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, બચાવ કામગીરી શરૂ

03 August, 2021 12:40 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

જમ્મુ કાશ્મીરના કઠુઆ પાસે મંગળવારે સવારે ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું.

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ કાશ્મીરના કઠુઆ પાસે મંગળવારે સવારે ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું. કઠુઆના રણજીત સાગર ડેમની ઝીલમાં આ વિમાન ક્રેશ થયુ છે. આ ઘટના બાદ  બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને રાહત બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 

મળતી માહિતી અનુસાર  3 ઓગસ્ટ એટલે કે આજે સવારે આશરે 10.30 વાગ્યાની આસપાસ  ભારતીય સેનાના હેલિકોપ્ટર 254આર્મી AVN સ્ક્વાડ્રનએ મામુન કૈંટથી ઉડાન ભરી હતી.  હેલિકોપ્ટર ડૈમ વિસ્તાર પાસે ઓછી ઊંચાઈથી રાઉન્ડ ફરી રહ્યું હતુ, ત્યાર બાદ તે ડેમમાં ક્રેશ થઈ ગયું. 

આ ઘટના બાદ એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે  અને હાલ રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે.  કઠુઆ જિલ્લાના એસએસપી આરસી કોતવાલના જણાવ્યા અનુસાર ડાઈવર્સ તરફથી ઝિલમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હેલિકોપ્ટરમાં કેટલા લોકો હતા અને શું નુકશા થયુ છે તે અંગે હજી કોઈ માહિતી સામે આવી નથી. 

આ અગાઉ પણ જમ્મુમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.  ત્યારે હેલિકોપ્ટરમાં બે પાયલટ સવાર હતા, જેમાંથી એકનુ મોત થયુ હતું.     

 


  

national news jammu kashmir indian army