અમદાવાદ જતી નવજીવન એક્સપ્રેસમાં આગ ફાટી નીકળ્યા બાદ સચેત અધિકારીઓએ દુર્ઘટના ટાળી

19 November, 2022 01:08 PM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

આ ઘટના ધ્યાનમાં આવતાં રેલવે અધિકારીઓએ તરત જ એને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતાં મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

ગુડુર : આંધ્ર પ્રદેશના ગુડુરમાં નવજીવન એક્સપ્રેસમાં લાગેલી આગને સચેત અધિકારીઓ દ્વારા સત્વર કાબૂમાં લેવાતાં મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી. આગ લાગવાની ઘટના ગુરુવારે રાત્રે બની હતી. આ ઘટના ધ્યાનમાં આવતાં રેલવે અધિકારીઓએ તરત જ એને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતાં મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી. 
ચેન્નઈ સેન્ટ્રલથી અમદાવાદ જતી નવજીવન એક્સપ્રેસની પૅન્ટ્રી કારમાં અકસ્માતે આગ લાગી હતી. આગને કારણે મુસાફરોમાં ભયનું વાતાવરણ છવાયું હતું. રેલવે અધિકારીઓએ તત્કાળ ટ્રેનને ગુડુર રેલવે સ્ટેશને રોકીને એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 

national news andhra pradesh