રાહુલે બંગલો ખાલી કર્યા બાદ કહ્યું કે સાચું બોલવાની આ કિંમત છે

23 April, 2023 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં તેમનું ઑફિશ્યલ નિવાસસ્થાન ખાલી કર્યા બાદ ગઈ કાલે કહ્યું હતું કે તેઓ સચ્ચાઈ બોલવા બદલ કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર છે.

રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં તેમનું ઑફિશ્યલ નિવાસસ્થાન ખાલી કર્યા બાદ ગઈ કાલે કહ્યું હતું કે તેઓ સચ્ચાઈ બોલવા બદલ કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર છે. રાહુલે જાતે જ બંગલાના દરવાજાને લૉક કર્યું હતું અને લોકસભાના સ્ટાફને ચાવી આપી હતી. 
તેઓ ૨૦૦૫થી ૧૨ તુઘલક લૅન ખાતે સરકારી બંગલોમાં રહેતા હતા. તેમને ગુજરાતના સુરતમાં એક અદાલત દ્વારા બદનક્ષીના કેસમાં દોષી ગણાવાયા અને બે વર્ષ કેદની સજા કરવામાં આવ્યા બાદ ગયા મહિનામાં તેમનું સંસદસભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. 
રાહુલે તેમના બંગલાની બહાર મીડિયાને જણાવ્યું હતું કે ‘હિન્દુસ્તાનના લોકોએ ૧૯ વર્ષ આ ઘર મને આપ્યું હતું. હું તેમનો આભાર માનું છું. સચ્ચાઈ બોલવાની આ કિંમત છે.’

national news rahul gandhi