અદર પુનાવાલાએ મસ્કને કહ્યું, ભારતમાં ટેસ્લાનું ઉત્પાદન કરો

09 May, 2022 08:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મસ્કે તાજેતરમાં જ ટ્વિટરને ટેકઓવર કરવાની પ્રોસેસ શરૂ કરી હતી

ફાઇલ તસવીર

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇ​ન્ડિયા (એસઆઇઆઇ)ના સીઈઓ અદર પુનાવાલાએ ગઈ કાલે ઇલૉન મસ્કને તેની ટેસ્લા ઇલેક્ટ્રિક કાર્સનું ભારતમાં ઉત્પાદન કરવા માટેની સલાહ આપી હતી.

મસ્કે તાજેતરમાં જ ટ્વિટરને ટેકઓવર કરવાની પ્રોસેસ શરૂ કરી હતી. તેણે આ પહેલાં ટેસ્લા ઇલેક્ટ્રિક કાર્સ પરની આયાત ડ્યુટી ઘટાડવા ભારતને જણાવ્યું હતું. જોકે કેન્દ્ર સરકારે મસ્ક ભારતમાં જ ઉત્પાદન કરે એવો આગ્રહ રાખ્યો હતો.

ટ્વિટર પર મસ્કને ટૅગ કરીને પુનાવાલાએ જણાવ્યું હતું કે ‘જો કોઈ કારણસર તમે ટ્વિટર ખરીદવામાં સફળ ન રહ્યા તો એના માટેની કેટલીક મૂડીનું ટેસ્લા કાર્સના ઉચ્ચ ગુણવત્તા અને લાર્જ સ્કેલ પર ઉત્પાદન માટે ભારતમાં રોકાણ કરવા વિશે વિચાર કરો. હું તમને ખાતરી આપું છું કે એ તમારા દ્વારા કરવામાં આવેલું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ રહેશે.’ 
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ આ પહેલાં જણાવ્યું હતું કે ‘જો ટેસ્લા એનાં ઇલેક્ટ્રિક વાહનોનું ભારતમાં ઉત્પાદન કરવા તૈયાર હોય તો કોઈ પ્રૉબ્લેમ નથી, પરંતુ આ કંપનીએ ચીનમાંથી એની આયાત ન જ કરવી જોઈએ.’ 

national news elon musk