મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસના ત્રીજા નેતા BJPમાં જોડાઈ ગયા

01 May, 2024 08:18 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

BJPના સીટિંગ સાંસદ શંકર લાલવાણી સામે કૉન્ગ્રેસે અક્ષય કાંતિ બામને ઊભા રાખ્યા હતા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસના ત્રીજા મહત્ત્વના નેતા રામનિવાસ રાઉત BJPમાં જોડાયા છે. મુખ્ય પ્રધાન મોહન યાદવ, રાજ્યના પક્ષના વડા વી. ડી. શર્મા અન ભૂતપૂર્વ ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાની હાજરીમાં મંગળવારે ૧,૦૦૦ ટેકેદારો સાથે રામનિવાસ રાઉત BJPમાં જોડાયા હતા. આ પહેલાં ૧૦ દિવસ પહેલાં ભૂતપૂર્વ વિધાનસભ્ય હરિવલ્લભ શુક્લ ભોપાલમાં પોતાના ટેકેદારો અને નેતાઓ સાથે BJPમાં જોડાયા હતા. કૉન્ગ્રેસના અક્ષય કાંતિ બામે પણ સોમવારે ઇન્દોરમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. BJPના સીટિંગ સાંસદ શંકર લાલવાણી સામે કૉન્ગ્રેસે અક્ષય કાંતિ બામને ઊભા રાખ્યા હતા.

રાજ બબ્બર કૉન્ગ્રેસના ગુરુગ્રામના ઉમેદવાર

કૉન્ગ્રેસે ગઈ કાલે જે ચાર બેઠક પર ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં એમાં ગુરુગ્રામ બેઠક પરથી અભિનેતામાંથી નેતા બનેલા રાજ બબ્બરનો સમાવેશ હતો.

national news congress bharatiya janata party Lok Sabha Election 2024