PM Narendra Modi Oath Ceremony LIVE: બીજી વાર વડાપ્રધાન બન્યા મોદી

30 May, 2019 08:44 PM IST  |  નવી દિલ્હી

PM Narendra Modi Oath Ceremony LIVE: બીજી વાર વડાપ્રધાન બન્યા મોદી

શપથ ગ્રહણ સમારોહની તસવીર(તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

PM Narendra Modi Oath Ceremony નરેન્દ્ર મોદી આજે બીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. જેની તૈયારીઓ આખરી ચરણમાં છે. મહેમાનોના આગમન માટે રાષ્ટ્રપતિ ભવન સજ્જ થઈ ચુક્યું છે. મહેમાનોના આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે.

શપથગ્રહણ સમારોહની અપડેટ્સ

-ગજેન્દ્ર સિંહ શેખાવતે શપથ લીધા. તેઓ રાજસ્થાનના જોધપુરથી સાંસદ છે. તેમણે અશોક ગેહલોતના દીકરાને હરાવ્યો.

-ગીરિરાજ સિંહે ફરી એકવાર મંત્રી પદના શપથ લીધા. બિહારના બેગુસરાયથી સાંસદ છે.

-ડૉ. અરવિંદ સાવંત શિવસેનાના સાંસદ છે. શિવસેનાના ક્વોટાથી કેબિનેટમાં સામેલ થયા. કોંગ્રેસના મિલિંદ દેવરાને હરાવ્યા.

-મહેન્દ્ર પાંડે, યૂપીના ચંદૌલીથી સાંસદ છે. અને યૂપીમાં મોટો બ્રાહ્મણ ચહેરો છે. જેમણએ શપથ લીધા.

-પ્રહલાદ જોશી (ધારવાડ, કર્ણાટક)એ શપથ લીધા. સતત 4 વાર  સાંસદ.

- રાજ્યસભાના સાંસદ મુખ્તાર અબ્બાસ નક્વી શપથ લઈ ચુક્યા છે. તેઓ અટલ સરકારમાં પણ મંત્રી રહી ચુક્યા છે.

-ધર્મેન્દ્ર પ્રધાન, જેઓ પહેલા પેટ્રોલિમય મંત્રી રહી ચુક્યા છે તેમણે પણ શપથ લીધા.

-પૂર્વ રેલ મંત્રી અને કાર્યકારી નાણામંત્રી રહી ચુકેલા પિયુષ ગોયલે શપથ લીધા.

-રાજ્યસભાના સાંસદ પ્રકાશ જાવડેકરે શપથ લીધા.

-ડૉ. હર્ષવર્ધને ફરી શપથ લીધા.

-અમેઠીથી સાંસદ સ્મૃતિ ઈરાનીએ શપથ લીધા.

-અર્જુન મુંડાએ શપથ લીધા.

-રમેશ પોખરિયાલ કે જેઓ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે.તેમણે પણ શપથ લીધા.

-પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરએ પણ શપથ લીધા. તેઓ એક પણ સદનના હાલ સભ્ય નથી.

-થાવરચંદ ગેહલોત, જેઓ રાજ્યસભાના સાંસદ છે તેમણે પણ શપથ લીધાં.

-હરસિમરત કૌર બાદલે ઈંગ્લિશમાં શપથ લીધા.

-રવિશંકર પ્રસાદ પટના સાહિબથી જેઓ સાંસદ છે, તેમણે શપથ લીધા.

-MPના મુરૈનાથી સાંસદ નરેન્દ્ર તોમરે શપથ લીધા.

-LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ રામવિલાસ પાસવાને શપથ લીધા.

-પૂર્વ રક્ષામંત્રી રક્ષામંત્રી નિર્માલ સીતારમને ઈંગ્લિશમાં શપથ લીધા. તેઓ રાજ્યયસભાના સાંસદ છે.

-કર્ણાટક ભાજપના દિગ્ગજ નેતા સદાનંદ ગૌડાએ ઈંગ્લિશમાંં શપથ લીધા.

-નીતિન ગડકરીએ શપથ લીધા.

-ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શપથ લીધા.

-રાજનાથ સિંહે શપથ લીધા.

-વડાપ્રધાન મોદીના માતા નિહાળી રહ્યા છે શપથ ગ્રહણ.

-બીજી વાર વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી.

-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પહોંચ્યા.

-ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ પહોંચ્યા

-પદનામિત વડાપ્રધાન મોદી પહોંચ્યા.

-કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ગુલામ નબી આઝાદ પણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા.

-દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સમારોહમાં પહોંચ્યા.

-સેનાની ત્રણેય પાંખના વડા પણ અહીં હાજર છે.

-પૂર્વ વિદેશમંત્રી મંત્રી સુષમા સ્વરાજ પણ શિરકત કરી રહ્યા છે.

-રતન ટાટા, નીતા અંબાણી, પરિમલ નથવાણી પણ સમારોહ સામેલ થયા.

-અભિનેતા રજનીકાંત પણ પહોંચ્યા.


-પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા.

-બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પહોંચ્યા.

-રાજ્યસભાના સાંસદ નિર્મલા સીતારમન અને બેગુસરાયથી સાંસદ ગીરિરાજ સિંહ પણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા.

-લખનઊથી સાંસદ રાજનાથ સિંહ અને બાળકોના અધિકારો માટે કામ કરતા કૈલાશ સત્યાર્થી પણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા.

 

-ભાજપ અધ્યક્ષ અમિત શાહ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા.

-અભિનેતા અનિલ કપૂર રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. જ્યાંથી તેમણે આ તસવીર પોસ્ટ કરી છે.

-પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા.

-રાષ્ટ્રપતિ ભવનમાં મહેમાનોનું આગમન શરૂ થયું.

-વડાપ્રધાન મોદીના આવાસ પર પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકર હાજર, મોદી સરકારમાં બની શકે છે મંત્રી.

-મોદીના નિવાસ સ્થાને હિમાચલ પ્રદેશના હમીરપુરા સાંસદ અનુરાગ ઠાકુર પણ પહોંચ્યા.

-નરેન્દ્ર મોદીના મંત્રિમંડળમાં શામેલ થઇ શકે છે અમિત શાહ. ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આપી શુભકામનાઓ.


-વડાપ્રધાન પદની શપથ પહેલા નરેન્દ્ર મોદી પોતાના નિવાસ સ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર ભાવી મંત્રીઓ પહોંચી રહ્યા છે. મંત્રીઓ સાથે મોદી ચા પર ચર્ચા કરી રહ્યા છે.

-વડાપ્રધાન મોદી સાથે ચાય પે ચર્ચા કરવા માટે ભાવી મંત્રીઓ 7 લોક કલ્યાણ માર્ગ પહોંચી રહ્યા છે.

-નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી પણ દિલ્હી પહોંચ્યા છે.

-કીર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચ્યા જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત થયું.

-શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરિસેના દિલ્હી પહોંચી ગયા છે. તેમનું દિલ્હીમાં સ્વાગત કરવામાં આવ્યું.


-મ્યાનમારના રાષ્ટ્રપતિ યૂ વિન મિન્ત દિલ્હી પહોંચ્યા. જેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું.


-થાઈલેન્ડના વિશેષ દૂત ગ્રિસાડા બૂનરેક ભારત પહોંચ્યા. તેમણે કહ્યું કે, "અમે ભારતના જીવંત અને દ્રઢ લોકતંત્રનો જશ્વ મનાવવા ભારત આવ્યા છે."

 -ભૂટાનના વડાપ્રધાન લોટે શેરિંગ પણ દિલ્હી પહોંચ્યા. જેમનું વિદેશ સચિવ વિજય ગોખલેએ ઔપચારિક સ્વાગત કર્યું.


-મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગ્નૌથ દિલ્હી પહોંચ્યા.જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું.


-બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હામિદ અન્સારી દિલ્હી ખાતે પહોંચ્યા જ્યા અધિકારીઓએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું.

ભવ્ય હશે શપથગ્રહણ સમારોહ
આ શપથગ્રહણ સમારોહ ભવ્ય હશે. જેમાં બિમ્સટેક દેશોના પ્રમુખો સહિત લગભગ 8000 મહેમાનોના સામેલ થવાની સંભાવના છે. પહેલી વાર આટલી મોટી સંખ્યામાં મહેમાનો સામેલ થવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદ સૌથી પહેલા વડાપ્રધાનને અને બાદમાં ક્રમ અને વરિષ્ઠતાના હિસાબે મંત્રીઓને શપથ અપાવશે. સમારંભ લગભગ 90 મિનિટનો હશે.