પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ ઓકતી તેજી : મુંબઈમાં પેટ્રોલ ૮૦ રૂપિયાની પાર

28 September, 2019 10:47 AM IST  |  મુંબઈ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ ઓકતી તેજી : મુંબઈમાં પેટ્રોલ ૮૦ રૂપિયાની પાર

પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો

નવી દિલ્હી : (જી.એન.એસ.) પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજીનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. સાઉદી અરામકોના બે પ્લાન્ટ પર ડ્રોન હુમલા બાદ એશિયાઈ બજારમાં આવેલી તેજીની અસર ઘરેલુ બજારમાં જોવા મળી રહી છે. ગુરુવારે સવારે દેશનાં ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૮૦ રૂપિયા પ્રતિ લીટરના સ્તરે પહોંચી ગયો હતો. 

દિલ્હીમાં ગુરુવારે સવારે પેટ્રોલ ૧૫ પૈસા પ્રતિ લીટરની તેજી સાથે ૭૪.૩૪ રૂપિયે લીટર થઈ ગયું છે. આ ઉપરાંત ડીઝલ ૧૦ પૈસા વધીને ૬૭.૨૪ રૂપિયે લીટર થઈ ગયું છે. કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ ક્રમશઃ ૭૭.૦૩ રૂપિયા, ૮૦.૦૦ રૂપિયા અને ૭૭.૨૯ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. તો બીજી તરફ ડીઝલનો ભાવ ક્રમશઃ ૬૯.૬૬ રૂપિયા, ૭૦.૫૫ રૂપિયા અને અને ૭૧.૧૦ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. જાણકારોનું કહેવું છે કે અત્યારે ક્રૂડના ભાવમાં સ્થિરતાનો માહોલ છે.
છેલ્લા ૧૦ દિવસમાં પેટ્રોલના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટરથી વધુની તેજી નોંધાઈ હતી અને ડીઝલ પણ દોઢ રૂપિયો મોંઘું થયું છે. શુક્રવારે સવારે બ્રેન્ટ ક્રૂડ ૬૧.૨૨ ડૉલર પ્રતિ બૅરલ અને ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ૫૬.૧૬ ડૉલર પ્રતિ બૅરલના સ્તરે પહોંચી ગયું છે.

mumbai mumbai news national news