ઈદમાં હિંસા, મહિલાની ગોળી મારી હત્યા, આઇએસઆઇએસના ઝંડા લહેરાયા

06 June, 2019 12:40 PM IST  |  શ્રીનગર

ઈદમાં હિંસા, મહિલાની ગોળી મારી હત્યા, આઇએસઆઇએસના ઝંડા લહેરાયા

ઈદમાં હિંસા

આજે જ્યાં સમગ્ર ભારત ઈદનો તહેવાર મનાવી રહ્યો છે ત્યાં બીજી તરફ ઘાટીમાં નફરતની આગ સળગી રહી છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ ઈદના તહેવાર પર જ ઘરમાં ઘૂસી ફાયરિંગ કરતાં એક છોકરીનું મોત નીપજ્યું છે. બુધવાર સવારે આતંકવાદીઓએ પુલવામાના નરબલ ગામના ઘરમાં ઘૂસી ગયા હતા અને ઘરમાં હાજર લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું જેમાં એક છોકરીનું મોત થયું છે. આતંકવાદીઓના ગોળીબારમાં ગામનો અન્ય એક નાગરિક પણ નિશાન બન્યો છે જેને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયો છે. નગીનાના પતિ મોહમ્મદ યુસુલ લોનને પણ ૧૯ મે, ૨૦૧૭ના આતંકીઓએ મારી દીધો હતો.

બુધવાર સવારે નરબલ ગામના એક ઘરમાં ઈદના તહેવારની તૈયારી ચાલી રહી હતી. એની વચ્ચે આતંકવાદીઓ જબરદસ્તી આ ઘરમાં ઘૂસી ગયા હતા. કોઈ કંઈ સમજી શકે એ પહેલાં આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકવાદીઓના ફાયરિંગમાં નગીના બાનો નામની એક છોકરીને પોતાનો શિકાર બનાવી છે. ત્યારે ગામમાં દહેશત ફેલાવવા માટે આતંકવાદી ફાયરિંગ કરતા સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ગોળીબારમાં ગામની અન્ય એક વ્યક્તિને પણ ગોળી વાગી હતી.

આતંકવાદીઓના ફરાર થયા બાદ ગામના લોકોએ નગીના બાનો અને મોહમ્મદ જલાઉદ્દીનને નજીકની હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં નગીના બાનોને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોહમ્મદ જલાઉદ્દીન હજી પણ જીવન અને મોત વચ્ચેનો જંગ લડી રહ્યો છે. આતંકવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવેલી આ ઘટનાની જાણકારી મળ્યા બાદ મોટી સંખ્યામાં સુરક્ષા દળ પુલવામાના નરબલ ગામ પહોંચી ગયાં હતાં. આતંકવાદીની તપાસમાં સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. તો હજી આ વાત સ્પષ્ટ થઈ નથી કે આતંકવાદીઓએ કયાં કારણોસર છોકરીની ગોળી મારી હત્યા કરી છે.

એક બાજુ આખા ભારતમાં ઈદની ખુશી મનાવાઈ રહી છે ત્યારે કાશ્મીરમાં શ્રીનગરમાં આજે ઈદની નમાઝ બાદ સુરક્ષા દળો પર અલગાવવાદી તત્વોએ પથ્થરમારો કર્યો હતો.

આ પણ વાંચો : દાદાએ 3 મોરની સેવા કરેલી, હવે પૌત્ર 117 મોર સંભાળે છે

શ્રીનગરની જામિયા મસ્જિદ બહાર નમાઝ બાદ ટોળાં બહાર આવ્યાં હતાં અને પથ્થરમારો શરૂ કર્યો હતો. કેટલાકના હાથમાં તાજેતરમાં સુરક્ષા દળોના હાથે માર્યા ગયેલા આતંકી ઝાકીર મૂસા અને પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઈદના સમર્થનમાં પોસ્ટર અને બૅનરો પણ જોવા મળ્યાં હતાં. કેટલાકના હાથમાં ઇસ્લામિક સ્ટેટનાં બૅનરો પણ જોવા મળ્યાં હતાં.

srinagar national news