ચૂંટણી 2019:પહેલા તબક્કાનું મતદાન શરૂ

11 April, 2019 11:38 AM IST  | 

ચૂંટણી 2019:પહેલા તબક્કાનું મતદાન શરૂ

પહેલા તબક્કાનું મતદાન શરૂ

લોકસભાની ચૂંટણીની આજથી શરૂઆત થઈ ચૂકી છે. પહેલા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ માટે 1,279 ઉમેદવારો મેદાનમાં છે. દેશના કુલ 1.70 લાખ મતદાન કેન્દ્રો પર વોટિંગ ચાલી રહ્યું છે.

કુલ 14 કરોડ 20 લાખ 54 બજા 978 મતદારો આજે પોતાનો વોટ આપશે. જે 91 બેઠકો પર આજે વોટિંગ ચાલી રહ્યુ છે, તેમાંથી 33 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. એટલે કે આ બેઠકો પર ત્રીજો કોઈ ઉમેદવાર મેદાનમાં નથી.

મહારાષ્ટ્રની સાત, આસામ-ઉત્તરાખંડની 5-5, બિહારની 4 બેઠકોનો સમાવેશ થાય છે. તો 35 બેઠકો એવી છે, જ્યાં મુખ્ય પક્ષોના 3-4 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આવી સૌથી વધુ બેઠકો આંધ્રપ્રદેશમાં છે. આંધ્રપ્રદેશની 25 બેઠકો પર મુખ્ય પક્ષો TDP, YSRCP, BJP અને કોંગ્રેસ વચ્ચે ટક્કર છે.

Election 2019 national news