સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે પુલવામામાં મુઠભેડ, 4 આતંકી ઠાર

07 June, 2019 09:40 AM IST  | 

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે પુલવામામાં મુઠભેડ, 4 આતંકી ઠાર

સર્ચ ઓપરેશન દરમિયાન 4 આતંકી ઠાર

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચે ચાલી રહેલી મુઠભેડમાં સેનાએ 4 આતંકીઓને ઠાર માર્યા છે. આ સાથે આતંકીઓ પાસેથી 3 AK 47 સિરીઝની રાઈફલો પણ મળી છે. વધુ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા વચ્ચે હાલ લસ્સીપોરમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જણાવી દઈએ કે આ પહેલા પણ આ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે મુઠભેડ થઈ હતી.

1 એપ્રિલે પુલવામામાં આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર થયુ હતુ જેમાં સેનાએ વધુ 4 આતંકીઓને ઠાર માર્યા હતા. CRPFની 44 આરઆર બટાલિયન સેના અને SoGએ આતંકીઓ સામે સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું જેમાં સેનાએ 4 આતંકીઓને માર્યા હતા.

આ પણ વાંચો: ભાગેડુ નીરવ મોદીની પાંચ કારની હરાજીમાં મળ્યા 2.9 કરોડ રૂપિયા

ઉલ્લેખનીય છે કે, આતંકીઓની સફાઈ માટે સુરક્ષાદળો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે આ પહેલા પણ કાશ્મીરના અન્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે જેમાં આતંકીઓને શોધી શોધીને મારવામાં આવી રહ્યા છે. સઘન સર્ચ ઓપરેશનના કારણે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે સતત મુઠભેડ થતી જોવા મળે છે જો કે છેલ્લા કેટલાક સમયથી ઘાટીમાં આતંકી મુઠભેડ ઓછી થતી જોવા મળી છે.

gujarati mid-day national news