બૅન્ગલોરમાં ચાર માળના પેઇંગ ગેસ્ટ બિલ્ડિંગમાં આગ

29 April, 2026 09:41 AM IST  |  Bangalore | Gujarati Mid-day Correspondent

૫૦ યુવતીઓ આગથી બચવા કૂદી, ચમત્કારિક રીતે બચી ગઈ 

બૅન્ગલોરના નંદિની લેઆઉટ વિસ્તારમાં રવિવારે રાત્રે ભીષણ આગ લાગી હતી

બૅન્ગલોરના નંદિની લેઆઉટ વિસ્તારમાં રવિવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગથી જીવ બચાવવા માટે આશરે ૫૦ જેટલી યુવતીઓ બિલ્ડિંગમાંથી કૂદી પડી હતી, પણ તે તમામ ચમત્કારિક રીતે બચી ગઈ હતી.

બૅન્ગલોરના નંદિની લેઆઉટ વિસ્તારમાં રવિવારે મોડી રાતે LED ગોડાઉનમાંથી નીકળેલી આગ ઝડપથી નજીકનાં બિલ્ડિંગોમાં ફેલાઈ ગઈ હતી જેમાં મહિલા પેઇંગ ગેસ્ટ (PG) બિલ્ડિંગનો પણ સમાવેશ છે. રાજકુમાર મેમોરિયલ નજીક LED બૅનર્સ સંગ્રહિત કરતા એક વેરહાઉસમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં શૉર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાનું સંભવિત કારણ હોવાનું સૂચવાઈ રહ્યું છે.

ચાર માળના PG બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે ગાઢ ધુમાડો અને આગની જ્વાળાઓએ બહાર નીકળવાના રસ્તા બંધ કરી દીધા હોવાથી લગભગ ૫૦ યુવતીઓ જીવ બચાવવા માટે ઉપરના માળેથી કૂદી પડી હતી. ફાયર અને ઇમર્જન્સી સેવાના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે બધા રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈને ઈજા થઈ નથી.

fire incident bengaluru national news news