મનાલીમાં ઝિપલાઇનિંગ કરતી વખતે નાગપુરની બાળકી ખાબકી નદીમાં

16 June, 2025 11:19 AM IST  |  Shimla | Gujarati Mid-day Correspondent

બે પહાડ વચ્ચેની ખીણ કે નદી ક્રૉસ કરવા માટે ખાસ કરીને ઝિપલાઇનનો ઉપયોગ કરાતો હોય છે જેને હવે ઍડ્વેન્ચર સ્પોર્ટ્‌સ હેઠળ આવરી લેવાઈ છે

અડધા કરતાં વધુ ડિસ્ટન્સ પાર કર્યા બાદ ખુશખુશાલ ​ત્રિશા, બેલ્ટ છૂટો પડી જતાં ​ત્રિશા નદીના પથ્થર પર પટકાઈ હતી.

હિમાચલ પ્રદેશમાં આવેલા મનાલીમાં પરિવાર સાથે વેકેશન પર ગયેલી નાગપુરની ૧૨ વર્ષની ત્રિશા બિજવેનો ગયા અઠવાડિયે ઝિપલાઇનિંગ કરતી વખતે અકસ્માત થયો હતો જેમાં તે ગંભીર રીતે ઘવાઈ હતી અને તેને મલ્ટિપલ ફ્રૅક્ચર થયાં હતાં અને સર્જરી પણ કરાવવી પડી હતી. આ દુર્ઘટનાનો વિડિયો પણ વાઇરલ થયો હતો.

બે પહાડ વચ્ચેની ખીણ કે નદી ક્રૉસ કરવા માટે ખાસ કરીને ઝિપલાઇનનો ઉપયોગ કરાતો હોય છે જેને હવે ઍડ્વેન્ચર સ્પોર્ટ્‌સ હેઠળ આવરી લેવાઈ છે. બે પહાડ કે નદીના બે કિનારા પર બાંધેલા બે છેડા વચ્ચેના વાયર પરથી ગરગડી સરકતી જાય અને એ ગરગડીના હુક સાથે બાંધેલા રોપ સાથે માણસ પણ સરકતો જાય એવી ગોઠવણ એમાં કરાતી હોય છે. જોકે સેફ્ટી માટે બેલ્ટ પહેરવાનો હોય છે. ​​ત્રિશાની શરૂઆત તો સારી થઈ હતી, પણ તે જ્યારે બીજા છેડાની નજીક આવી ત્યારે ગરગડી સાથે બાંધેલું રોપ કે હુકનું હાર્નેસ સાથેનું કનેક્ટર છૂટી ગયું અથવા એ બેલ્ટ ત્યાંથી તૂટી ગયો અને ત્રિશા નીચે નદીના પથ્થર પર પટકાઈ હતી. નદીમાં પાણી નહોતું, પણ મોટા-મોટા પથ્થર હતા એથી ​ત્રિશા ગંભીર રીતે ઘવાઈ હતી. તેને મલ્ટિપલ ફ્રૅક્ચર થયાં હતાં. તેની સર્જરી પણ કરવામાં આવી છે. તેના પિતા પ્રફુલ બિજવેએ કહ્યું હતું કે હાલ ​ત્રિશાની તબિયત સ્થિર છે.

himachal pradesh manali national news news nagpur viral videos social media