મહારાષ્ટ્રમાં વેતન વધારાની માંગ સાથે આશા વર્કરો આજથી હડતાલ પર

15 June, 2021 04:11 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

વેતન વધારાની માંગ માટે આજથી મહારાષ્ટ્રમાં આશરે 70 હજાર આશા વર્કરો હડતાલ પર ઉતર્યા છે.

પ્રતીકાત્મક ફોટો

વેતન વધારાની માંગ માટે આજથી મહારાષ્ટ્રમાં આશરે 70 હજાર આશા વર્કરો હડતાલ પર ઉતરી છે. આનાથી રાજ્યના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પર અસર થશે. કારણ કે આશા વર્કરો દ્વારા આરોગ્ય સુવિધાઓ આ વિસ્તારોમાં લોકોને સરળતાથી મળી રહે છે.

આશા વર્કરો પગાર વધારવાની માંગ કરી રહ્યા છે. તેમની માંગણીઓ લાંબા સમયથી સાંભળવામાં આવી રહી ન હતી, જેના કારણે આશા વર્કરોએ હડતાલ પર ઉતરવાનું નક્કી કર્યું છે. આશા વર્કરોની માંગ છે કે તેમના પગાર 5000 થી વધારીને 18000 કરવામાં આવે.

બીજી તરફ, આશા વર્કરોની હડતાલના સમાચાર પછી આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે આશા વર્કરો સાથે બેઠક બોલાવી છે.

maharastra national news strike