મુંબઈની હવા બદથી બદતર કેમ થઈ રહી છે?

08 December, 2022 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ગઈ કાલે મોટા ભાગે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ઍર પૉલ્યુશનમાં પણ ભારે વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું

મુંબઈની હવા બદથી બદતર કેમ થઈ રહી છે?

ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ મુજબ મુંબઈની હવા બદથી બદતર થઈ રહી છે. ગઈ કાલે ભાંડુપ-વેસ્ટના ખીંડીપાડા વિસ્તારમાં સૌથી ખરાબ ઇન્ડેક્સ ૩૪૧ નોંધાયો હતો, જ્યારે સૌથી ઓછું પૉલ્યુશન પવઈમાં નોંધાયું હતું અને ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૪૬ નોંધાયો હતો. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હળવા દબાણના પટ્ટાને કારણે વાદળો છવાયેલાં છે એટલે અને મુંબઈમાં દિવાળી પછી એકસાથે અનેક રોડ, ગટર અને કન્સ્ટ્રક્શનનાં કામ ચાલુ થવાને કારણે વાતાવરણમાં ધૂળનું પ્રમાણ બહુ જ વધી ગયું હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.

એક વાક્યના સમાચાર

થાણે મહાનગરપાલિકાના કમિશનર અભિજિત બાંગરે થાણેના મેકઓવર માટે ૧૮૦ દિવસનો ટાર્ગેટ રાખ્યો છે અને વિકાસનાં કામો એ સમયની અંદર પૂરાં કરવાનું અધિકારીઓને અલ્ટિમેટમ આપ્યું છે એટલું જ નહીં, જો એ કામ હલકી કક્ષાનું થયું હોવાનું બહાર આવશે તો એ અધિકારી સામે ગુનો નોંધાશે એવો સ્પષ્ટ આદેશ પણ આપ્યો છે.  

mumbai mumbai news