કાસ્ટ સર્ટિફિકેટ રદ થતાં રામટેકના કૉન્ગ્રેસના ઉમેદવારનું હવે શું થશે?

29 March, 2024 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામટેક લોકસભાની બેઠક પર કૉન્ગ્રેસે રશ્મિ બર્વેને ઉમેદવારી આપતાં તેમણે ઉમેદવારી ફૉર્મ ભરતી વખતે રજૂ કરેલું કાસ્ટ સર્ટિફિકેટ (CC) રદ કરવામાં આવ્યું છે એટલે તેમની મુશ્કેલી વધી શકે છે.

કૉંગ્રેસ

રામટેક લોકસભાની બેઠક પર કૉન્ગ્રેસે રશ્મિ બર્વેને ઉમેદવારી આપતાં તેમણે અહીંથી ચૂંટણી લડવા માટેનું ફૉર્મ ભર્યું હતું. જોકે તેમણે ઉમેદવારી ફૉર્મ ભરતી વખતે રજૂ કરેલું કાસ્ટ સર્ટિફિકેટ (CC) રદ કરવામાં આવ્યું છે એટલે તેમની મુશ્કેલી વધી શકે છે. હવે તેઓ ચૂંટણી લડી શકશે કે કેમ એવો સવાલ ઊભો થયો છે. ર​શ્મિ બર્વેએ CC મેળવવામાં કાયદેસરની પ્રક્રિયા કરી ન હોવાની ફરિયાદ કરવામાં આવતાં આ મામલો સામાજિક ન્યાય વિભાગમાં ગયો હતો. તપાસમાં CC કાયદા મુજબનું ન હોવાનું જણાતાં એ બાદમાં રદ કરવામાં આવ્યું હતું. 

mumbai news mumbai congress