AC Local: આ દિવસથી વધુ 31 એસી લોકલ સેવાઓ દોડાવશે પશ્ચિમ રેલવે, જાણો વિગત

25 September, 2022 05:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાલમાં પશ્ચિમ રેલવે અઠવાડિયાના દિવસોમાં 1,375 ઉપનગરીય સેવાઓ ચલાવે છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ એસી લોકલ ટ્રેન (AC Local Train) સેવાઓને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે (WR)એ ઑક્ટોબરથી વધુ 31 સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં, WR ચર્ચગેટ-વિરાર વચ્ચે તેના ઉપનગરીય વિભાગ પર 48 એસી સેવાઓનું સંચાલન કરે છે. પશ્ચિમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે “આ સેવાઓ માટે સમયપત્રક નક્કી કરવામાં આવી રહ્યું છે. તેમાંથી કેટલીક નવી છે અને કેટલીક હાલની નોન-એસી સેવાઓને બદલવામાં આવશે. આથી ઉપનગરીય સેવાઓની કુલ સંખ્યા 1,383 થશે.

પીક અવર્સ દરમિયાન એસી ટ્રેનોમાં ભીડ વધી

હાલમાં પશ્ચિમ રેલવે અઠવાડિયાના દિવસોમાં 1,375 ઉપનગરીય સેવાઓ ચલાવે છે. પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, ઑગસ્ટ 2022માં દૈનિક સરેરાશ મુસાફરોની સંખ્યા 56,333 હતી, જે 22 સપ્ટેમ્બર સુધીમાં વધીને 71 હજાર થઈ ગઈ છે. તે જ સમયે, મુસાફરોના જણાવ્યા અનુસાર, હવે એસી લોકલ ટ્રેનોમાં ખાસ કરીને ભીડના સમયમાં સીટો મેળવવી મુશ્કેલ બની રહી છે. પીક અવર્સ દરમિયાન મોટાભાગની એસી ટ્રેનો ફુલ ચાલી રહી છે.

એસી લોકલનો વીડિયો પણ વાયરલ થયો હતો

આ પહેલા ગુરુવારે મુસાફરોથી ભરેલી એસી લોકલનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો બુધવારે સાંજે એક મુસાફરે શૂટ કર્યો હતો. વીડિયોમાં ઘણા મુસાફરો ટ્રેનમાં ચઢવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જો કે, અધિકારીઓએ જણાવ્યું હતું કે એસી લોકલમાં મુસાફરોની સતત વધતી સંખ્યાનું વિશ્લેષણ કર્યા પછી એસી સેવા શરૂ કરવાનો નિર્ણય થોડા અઠવાડિયા પહેલા લેવામાં આવ્યો હતો. અમે એસી ટ્રેનોમાં મુસાફરોની વધતી સંખ્યાથી સંપૂર્ણપણે વાકેફ છીએ.

mumbai mumbai news mumbai local train