વરલીમાં હિટ ઍન્ડ રનની ઘટનામાં ઘાયલ થયેલા બાઇકસવારે આખરે જીવ ગુમાવ્યો

30 July, 2024 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાત દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ ૨૮ વર્ષના વિનોદ લાડનું શનિવારે મૃત્યુ થયું

પ્રતીકાત્મક તસવીર

વરલીમાં ૨૦ જુલાઈએ બાંદરા-વરલી  સી-લિન્ક પાસે ખાન અબ્દુલ ગફાર ખાન રોડ પર એક BMW કારે બાઇકસવારને અડફેટે લીધો હતો જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. જોકે સારવાર દરમ્યાન શનિવારે તે બાઇકસવારનું મૃત્યુ થયું હતું.

હિટ ઍન્ડ રનની આ ઘટનામાં પર્ફ્યુમનો બિઝનેસ કરતા થાણેના વેપારીની BMW કાર ચલાવી રહેલા કિરણ ઇન્દુલકરે બાઇક પર જઈ રહેલા ૨૮ વર્ષના વિનોદ લાડને અડફેટે લીધો હતો અને નાસી ગયો હતો. અન્ય લોકોએ રસ્તા પર પટકાયેલા વિનોદ લાડને હૉસ્પિટલ પહોંચાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા વિનોદ લાડને ત્યાર બાદ નાયર હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી, તે કોમામાં જતો રહ્યો હતો. સાત દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે શનિવારે તેણે અંતિમ શ્વાસ લીધા હાત. વિનોદ લાડ મૂળ માલવણનો હતો. હાલ તે થાણેની એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો હતો. કોઈ કૌટુંબિક કામ માટે તે થાણેથી વરલી આવ્યો હતો.

અકસ્માત કરીને નાસી ગયેલા કિરણ ઇન્દુલકરને વરલી પોલીસે તપાસ કરીને ઝડપી લીધો હતો. 

worli road accident mumbai mumbai news Crime News mumbai crime news